ETV Bharat / state

આજે નરસિંહ મહેતાની 567મી હારમાળા જયંતિની થઈ રહી છે ઉજવણી - માગશર સુદ સાતમના નરસિંહ મહેતાની હારમાળા જયંતિ

ભક્ત કવિ નરસિંહ મહેતાએ (Bhakt Kavi Narsinh Mehta) કૃષ્ણ ભક્તિથી બે નગરને કૃષ્ણભક્તિમાં લીન કર્યા છે. એક એમનું જન્મ સ્થળ તળાજા અને બીજું જૂનાગઢ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેની ભક્તિના પ્રતિક સ્વરૂપે નરસિંહ મહેતાને કરતાર હાર અને તુબડો અર્પણ કરીને (Lord Shri Krishna Himself certified his devotion to Narasimha Mehta by offering a kartar necklace) તેમની કૃષ્ણભક્તિને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે પ્રમાણિત કરી હતી.ત્યારથી માગશર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ ઉજવવામાં આવી રહી છે.

આજે નરસિંહ મહેતાની 567મી હારમાળા જયંતિની થઈ રહી છે ઉજવણી
narsingh-mehtas-567th-harmala-jayanti-is-being-celebrated-today
author img

By

Published : Nov 29, 2022, 7:00 PM IST

જૂનાગઢ: આજે માગશર સુદ સાતમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની(Bhakt Kavi Narsinh Mehta) 567મી હારમાળા જયંતિની (the Harmala Jayanti of Narasimha Mehta) ઉજવણી કરવામાં આવી રહી છે.વિક્રમ સંવત 1512મા નરસિંહ મહેતાની ભક્તિ પર સવાલો ઉભા થયા હતા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેની ભક્તિના પ્રતિક સ્વરૂપે નરસિંહ મહેતાને કરતાર હાર અને તુબડો અર્પણ કરીને (Lord Shri Krishna Himself certified his devotion to Narasimha Mehta by offering a kartar necklace) તેમની કૃષ્ણભક્તિને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે પ્રમાણિત કરી હતી.ત્યારથી માગશર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ ઉજવવામાં આવી રહી છે.

આજે નરસિંહ મહેતાની 567મી હારમાળા જયંતિની થઈ રહી છે ઉજવણી

ભગવાન શ્રીકૃષ્ણે પ્રમાણિત કરીને હાર માળા અર્પણ કરી હતી: આજે માગશર સુદ સાતમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની 567મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વિક્રમ સંવત 1512માં માગસર મહિનાની સાતમના દિવસે નરસિંહ મહેતાની ભક્તિને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્વંય પ્રમાણિક કરીને નરસિંહ મહેતાને કરતાર હારમાળા અને તુબટો નરસિંહ મહેતાની ભક્તિને પ્રમાણિત કરવા માટે અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારથી માગસર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.જૂનાગઢમાં આવેલા નરસિંહ મહેતા ચોરા ધાર્મિક સ્થાનમા નરશીહ મહેતાની હારમાળા જયંતિને લઈને કાર્યક્રમનું આયોજન થાય છે.

ભક્તિ સાબિત કરવા માટે આપી હતી મહેતલ: જૂનાગઢના રાજા રામ માંડલીક ગામલોકોને ફરિયાદ સાંભળીને નરસિંહ મહેતાને તેની ભક્તિ સાબિત કરવા માટે મહેતલ આપી હતી.જો નરસિંહ મહેતા તેની ભક્તિ સાબિત ન કરે તો તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી હતી. જૂનાગઢના લોકોએ નરસિંહ મહેતા પર આળ લગાવતા રામ માંડલીકને ફરિયાદ કરી હતી કે નરસિંહ ભક્તિની આડમા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી રહ્યો છે. જેને લઇને રામ માંડલીક કે નરસિંહ મહેતાને તેની ભક્તિ પ્રમાણિત કરવાનુ ફરમાન કર્યું હતું. રામ માંડલીકના ફરમાનને આદેશ માનીને નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તલ્લીન બની ગયા અને કારાગારની અંદર નરસિંહ મહેતાના ગળામાં હારમાળાની સાથે હાથમાં કરતાર અને એક તુબટો ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં અર્પણ કર્યો હતો. નરસિંહની ભક્તિને પ્રમાણીત કરી હતી ત્યારથી નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી માગસર સુદ સાતમના દિવસે થઈ રહી છે.

ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત માનવામાં આવતા હતા: નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા અને વ્યક્તિમાં એટલા તો તલ્લીન થઇ ગયા હતા કે તેમને તેમનું પોતાનું ભાન પણ રહેતું ન હતું. દીકરીના લગ્ન જેવો પ્રસંગ પણ નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં ભુલી જાય છે તે પ્રસંગે પણ ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ધરતી પર અવતાર ધારણ કરીને પરિપૂર્ણ કર્યો હતો. નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિને લઈને ભગવાન શ્રીકૃષ્ણ પણ નરસિંહના એક સાદે તેની ભક્તિને પ્રમાણિત કરતા રહ્યા હતા. શેઠ સગાળશાને હુંડી મોકલવાનું કામ પણ નરસિંહની કૃષ્ણ ભક્તિએ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણનું વચન હતું કે જ્યારે સાચા મનથી મને યાદ કરીશ ત્યારે હું સ્વયં ભક્ત નરસિંહ સમક્ષ ઉપસ્થિત થઈશ અને તારી ભક્તિ સામે સવાલો ઊભા કરનાર પ્રત્યેક વ્યક્તિને હું સ્વયં તારી ભક્તિનું પ્રમાણ આપીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.