હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે જેને લઇને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો ઈબાદત સાથે ધામ-ધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. રવિવારે રમઝાન માસના 27માં રોજાને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈફતાર મસ્જિદમાં યોજવામાં આવી હતી. આ ઈફ્તારમાં મીઠાઈઓ સાથે મુસ્લિમ બિરાદરોએ તેમનો રોજો છોડયો હતો. 27મા રોજાને હિન્દુ-મુસ્લિમ સહિત ઘણા લોકો ઉપવાસ રાખે છે.
આજના રોજાને ઇસ્લામ અને કુરાન શરીફમાં પણ મહત્વનું માનવામાં આવ્યું છે. તે માટે મુસ્લિમ બિરાદરોની સાથે 27માં રોજાની અન્ય ધર્મના લોકો પણ ભારે આસ્થા સાથે રાખતા હોય છે. ઇસ્લામ ધર્મમાં છેલ્લા 10 રોજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ 10 દિવસ દરમિયાન કરવામાં આવેલા કાર્ય ધાર્મિક રીતે પણ ગરીબ લોકોને દાન અને મદદ કરવાનું ખૂબ મહત્વ છે.