ETV Bharat / state

જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષ દરમિયાન નોંધાય છે 200થી વધુ સર્પદંશની ઘટના - સર્પદંશની ઘટના

જૂનાગઢ શહેર તેમજ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં સમગ્ર વર્ષ દરમિયાન 200 કરતાં વધુ સર્પદંશના કિસ્સાઓ સામે આવે છે. સમય બદલાવાની સાથે સર્પદંશ બાદ લોકો તાકીદે તબીબનો સંપર્ક સાધતા સર્પદંશ ( snake bite )ના કારણે મોતના કિસ્સાઓમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સર્પદંશ બાદ ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ પણ સરળતાથી મળી રહે છે, જે કારણે સર્પદંશ બાદ પ્રત્યેક દર્દીને યોગ્ય તબીબી સારવાર આપીને તેને મોતના મુખમાંથી બચાવી લેવામાં તબીબોને ખૂબ જ સફળતા મળી રહી છે. વર્તમાન સમયમાં અમુક જ કિસ્સામાં સમયસર દર્દીઓને તબીબી સારવાર ન મળવાને કારણે મોત થાય છે. આ આંકડો 20 વર્ષ પહેલાની સરખામણીએ આજે બિલકુલ નજીવો છે.

snake bite case
snake bite case
author img

By

Published : Jun 24, 2021, 9:28 PM IST

  • જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ષે દહાડે 200 લોકો સર્પદંશનો ભોગ બને છે
  • સર્પદંશથી મોતના પ્રમાણમાં ઘટાડો નોંધાયો
  • એન્ટિ વેનમ ખૂબ જ સરળતાથી મળી રહેતી હોવાને કારણે દર્દીઓ સર્પદંશ બાદ પણ સ્વસ્થ થઇ રહ્યા છે
  • ઉનાળાનો અંતિમ મહિનો અને ચોમાસાની ઋતુ દરમિયાન સર્પદંશના કિસ્સાઓમાં થાય છે વધારો

જૂનાગઢ : સાપ જમીનમાં દર બનાવીને રહેતું સરીસૃપ વર્ગનું એટલે કે, પેટ ઘસડીને ચાલતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં અંદાજિત 2500 કરતાં વધુ સાપોની પ્રજાતિઓ જોવા મળે છે. જે પૈકી 200 પ્રજાતિના સાપ ભારતમાં જોવા મળે છે, તે પૈકીના ચાર સાપો ઝેરી હોવાનું અત્યાર સુધી નોંધવામાં આવ્યું છે. સાપ કરડવાને કારણે વ્યક્તિને ઝેરની અસર થતી હોય છે અને ખૂબ જ જૂજ કિસ્સામાં સાપ કરડ્યા બાદ વ્યક્તિનું મોત થતું હોય છે.

ગામડા અને ખેતરોમાં સાપ ખુબ જ સહેલાઇથી પોતાનું રહેઠાણ બનાવી શકે છે

સાપ જમીનમાં દર બનાવીને રહેતા હોય છે, ત્યારે ઉનાળાની ખૂબ જ આકરી ગરમી અને ચોમાસામાં વરસાદને કારણે દરમાં પાણી અને ગરમીને કારણે રહેવું મુશ્કેલ બની જાય છે. જેના કારણે સાપ દર છોડીને જમીન પર બહાર આવે છે અને અકસ્માતે કોઈ પણ વ્યક્તિને સાપ કરડવાના કિસ્સાઓ ( snak bite case ) બનતા હોય છે. સાપ કરડવાના કિસ્સાઓ ગામડાઓમાં અને ખેતર તેમજ મજૂરી કામ કરતા વ્યક્તિઓમાં વિશેષ જોવા મળતા હોય છે. ગામડા અને ખેતરોમાં સાપ ખુબ જ સહેલાઇથી પોતાનું રહેઠાણ બનાવી શકે છે. જેના કારણે આ વિસ્તારમાં સાપ કરડવાના કિસ્સાઓ પણ પ્રમાણમાં વધુ જોવા મળે છે.

સર્પદંશની ઘટના
ભારતમા કાળતરો અને કોબ્રા સાપ ન્યૂરો ટોક્સિક ઝેર વ્યક્તિ કે પ્રાણીઓના શરીરમાં દાખલ કરે છે

સાપ કરડવાના કિસ્સામાં ગત 20 વર્ષની સરખામણીએ આજે ઘટાડો થયો છે

ગુજરાતમાં આવેલા જૂનાગઢના જંગલોમાં પણ અનેક પ્રકારના સાપ રહે છે. આ સાપ માનવને કરડતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ઉનાળાના અંતિમ દિવસો અને ચોમાસા દરમિયાન 200થી વધુ ઝેરી સાપ કરડવાના કેસ ( snake bite case ) સામે આવતા હોય છે. આ કિસ્સામાં સમયસર પ્રત્યેક દર્દીને યોગ્ય તબીબી સારવાર અને દવાઓ મળી રહેતા ગત કેટલાક વર્ષોમાં સર્પદંશ ( snake bite ) બાદ થતાં દર્દીના મોતના કેસ ઘટાડવામાં તબીબોને સફળતા મળી છે. જૂનાગઢમાં ગત 20 વર્ષથી ઝેરી સર્પદંશ બાદ દર્દીનું નિદાન કરતાં ડૉ. પંકજ વડાલીયાએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સાપ કરડવાના કિસ્સામાં ગત 20 વર્ષની સરખામણીએ આજે ઘટાડો થયો છે. આ સાથે સાપના કરડવાથી મોતના કિસ્સા પણ ખૂબ જ ઘટાડવામાં તબીબી વિજ્ઞાનને સફળતા મળી છે.

જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષ દરમિયાન નોંધાય છે 200થી વધુ સર્પદંશની ઘટના

ભારતમાં જોવા મળતાં મુખ્ય ચાર સાપો અને તેના ઝેરની અસર

ભારતમાં મુખ્યત્વે ચાર પ્રકારના ઝેરી સાપો જોવા મળે છે. કાળતરો, કોબ્રા, વાઇપર અને રસેલ વાઈપર આ 4 પ્રકારના સાપો ભારતમાં ઝેરી સાપ તરીકે કુખ્યાત બનેલા છે. જેમાં ભારતમા કાળતરો અને કોબ્રા સાપ ન્યૂરો ટોક્સિક ઝેર વ્યક્તિ કે પ્રાણીઓના શરીરમાં દાખલ કરે છે. જેના કારણે વ્યક્તિનો ચેતાતંત્ર કામ કરતું બંધ થઈ જાય છે અને તેને કારણે વ્યક્તિનો કે પ્રાણીનું મોત થાય છે.

વાઇપર કે રસેલ વાઇપર સાપમાં હેમોટોક્સિક પ્રકારનું ઝેર જોવા મળે છે

કાળતરો અને કોબ્રા સાપોમાં ન્યૂરો ટોક્સિક પ્રકારનું ઝેર જોવા મળે છે, તો વાઇપર અને રસેલ વાઇપર સાપ કરડવાથી વ્યક્તિ કે પાણીમાં રહેલા લોહીના ઘટકો નુકસાન પામે છે. જેના પરિણામે પ્રાણી કે વ્યક્તિનું લોહી ગંઠાઈ જવાના કારણે સાપ કરડ્યા બાદ મોત નીપજયું હતું હોય છે. વાઇપર કે રસેલ વાઇપર સાપમાં હેમોટોક્સિક પ્રકારનું ઝેર જોવા મળે છે.

પૂરતા પ્રમાણમાં એન્ટિવેનમ અને અંધશ્રદ્ધા દૂર થતા સાપના કરડ્યા બાદ મોતનું પ્રમાણ ઘટ્યું

આજથી વીસ વર્ષ પૂર્વે સાપ કરડ્યા બાદ મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ હતું. જે બાદ શોધ અને સંશોધનને કારણે એન્ટિવેનમ બજારમાં ખૂબ જ સરળતાથી મળી રહેતી હોવાને કારણે સાપ કરડ્યા બાદ મોતનું પ્રમાણ ખૂબ જ નીચું લાવવામાં તબીબી વિજ્ઞાનને સફળતા મળી છે. સરકારી હોસ્પિટલ અને ગામડામાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં પણ સાપના કરડ્યા બાદ તેની સારવાર અને એન્ટિવેનમ પણ પૂરતા પ્રમાણમાં સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહેતી હોવાને કારણે સાપના કરડ્યા બાદ મોતના કિસ્સાઓમાં ખૂબ જ ઘટાડો લાવવામાં આજે સફળતા મળી રહી છે. સાપ કરડ્યા બાદ આજથી વીસ પચ્ચીસ વર્ષ પહેલા જે અંધશ્રદ્ધા લોકોમાં જોવા મળતી હતી, તે સમય જતા દૂર થઈ રહી છે. જેના પરિણામે લોકો સાપ કરડવાના કિસ્સા ( snake bite case )માં તાત્કાલિક સારવાર લેતા થયા છે. જે કારણે સર્પદંશ બાદ મોતના કેસમાં ખૂબ જ ઘટાડો થયો છે.

સર્પદંશની ઘટના
દેશમાં સાપની લગભગ 270 પ્રજાતિઓ છે. જેમાંથી 60 પ્રજાતિ ઝેરી છે

સર્પદંશ અને ભારતમાં મરણ

વર્ષ 2000થી વર્ષ 2019 દરમિયાન ભારતમાં સર્પદંશથી થયેલા મૃત્યુ

ભારતમા 2001થી 2014 સુધીમાં ભારતમાં નોધાયેલા કુલ મરણમાં 6 લાખ 11 હજાર 483 મરણમાં તપાસ કરતા 2,833 મરણ સર્પદંશથી થયા હોવાનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.

વર્ષ 2001થી 2014 દરમિયાન તપાસ 87, 590 સંર્પદંશને આધારે રિપોર્ટમાં સમીક્ષા કરવામાં આવી હતી.

સર્પદંશમરણ
તમીલનાડુ51198371
આંધ્ર પ્રદેશ62831457
કર્ણાટક5281139
મહારાષ્ટ્ર4884432
તેલંગાણા395692
ગુજરાત362891
કેરાલા3169131
પશ્ચિમ બંગાળ2370345
છત્તીસગઢ208452
હિમાચલ પ્રદેશ144228
બિહાર117129
દાદરાનગર હવેલી3841
ઝારખંડ35619
ઉત્તરાખડ3294
ચંદીગઢ2976
ઉત્તરપ્રદેશ24990
ગોવા2440
ઓડીશા10133
ન્યુ દિલ્હી620
પોંડીચેરી509
હરિયાણા170
મેઘાલાયા130
દમણ અને દીવ120
જમ્મુ-કાશ્મીર100
કુલ87,5903329

ભારતમાં સાપની સ્થિતિ પર એક નજરઃ

દેશમાં સાપની લગભગ 270 પ્રજાતિઓ છે. જેમાંથી 60 પ્રજાતિ ઝેરી છે અને તબીબી રીતે તેને સુસંગ માનવામાં આવે છે. જે વિવિધ સ્તરે ઝેરી હોય છે.

ઝેર વિરોધી

  • સર્પદંશની સારવાર માટે એક માત્ર સાપની ઝેર વિરોધી ઝેરનો ઉપયોગ થાય છે
  • ઝેર વિરોધી દવા એ મોટા ચાર સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરના મિશ્રણમાંથી બનેલુ છે. જેમાં કોબ્રા, સામાન્ય ક્રેટ, રસેલ વાયપર અને પ્લાન્ટ વાયપરનો સમાવેશ થાય છે
    સર્પદંશની ઘટના
    કાળતરો અને કોબ્રા સાપોમાં ન્યૂરો ટોક્સિક પ્રકારનું ઝેર જોવા મળે છે

પડકારો

  • ભારતમાં ઝેરી વિરોધ ઝેર માત્ર કોબ્રા ( કે ભારતમાં ત્રણ પ્રજાતિ છે) , સામાન્ય ક્રેડ ( સાત પ્રકારના પ્રજાતિઓ), રસેલ વાયયપરના ઝેરને બેઅસર કરે છે. જ્યારે અન્ય અન્ય 12 સાપની પ્રજાતિનો દંશ જીવલેણ છે. જે માટે ઝેરી વિરોધી ઝેર ઉપયોગી નથી.
  • હાલની ઝેર વિરોધી ઝેરની અસર ચાર મોટાસાપ સિવાયના સર્પદંશ પર બિનઅસરકારક છે. તેની અસરકારકતા પણ દેશના અલગ અલગ ભાગો પ્રમાણે અલગ હોવાનું નિષ્ણાતો માને છે.

સાપના કરડવાની બચવા માટેના ઉપાયો

  • સર્પદંશનો ભોગ બનનારા મુખ્ય ગ્રામીણ ખેડૂતો અને તેમના પરિવારો છે
  • નિષ્ણાંતો સૂચવે છે કે, કેટલીક સાવચેતી અને સામાન્ય પદ્ધતિના અમલથી સર્પદંશથી બચી શકાય છે. જેમ કે વાવણી અને કાપણી દરમિયાન રબ્બરના બુટ અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો, મછ્છરદાની અને ટોર્ચનો ઉપયોગ કરવાથી જોખમને ઘટાડી શકાય છે
  • સાપની પ્રજાતિ અંગે માહિતી મેળવવી અને તેના દંશની માનવ પર અસર અંગે પણ જાણકારી રાખવી

સર્પદંશથી બચવા નીચેના પગલા લેવાશે

  • સૌથી વધુ જરૂરિયાતવાળા વિસ્તાર અને વસ્તીમાં અસરકારક ઝેર વિરોધી દવાનું વિતરણ કરવુ જરુરી છે
  • ઝેરી દવાના અસરકારક ઉપયોગ અગે સમજણ કેળવવી
  • સરકારી હોસ્ટિલમાં સર્પદંશની સારવાર માટે પૂરતા પ્રમાણામાં ઝેર વિરોધી રસી મળતુ કરવું
  • ઇન્જેક્શનનોને કારણે તોઓ ખર્ચમાં પહોચ્યો છે
  • સ્થાનિક તબબો અને ઇમજન્સી માટે તાલીમ આપવી જોઇએ કે જેથી મદદ રુપ થઇ શકે
  • નસ દ્વારા ઇન્જેક્શન લઇને શરીરમા થતા ફેરફારોની નોંધ થવી જોઇએ
  • ભારત પાસે ઇન્જેક્શન બનાવવા માટે પુરતી ક્ષમતા છે. અને મોટાપ્રમાણમાં આ રસી બનાવી શકાય તેમ છે
  • ભારતમાં ઝેરી સાપ અંગે માહિતી મેળવવાથી ઇન્જેક્શન બનાવવાં મદદ મળી શકે તેમ છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.