- હોળીની જાળ પરથી દેશી વરતારો વાંચતા આગાહીકારોએ કરી ચોમાસાની આગાહી
- દેશી પદ્ધતિથી સૌરાષ્ટ્રમાં વરસાદનો વરતારો દર વર્ષે કરાય છે વ્યક્ત
- આગામી ચોમાસુ ખંડગ્રાસ રૂપે જોવા મળે તેવી વ્યક્ત થઈ શક્યતાઓ
- મે મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની કરાઈ આગાહી
જૂનાગઢ : આગામી ચોમાસાને લઈને વરસાદનો દેશી વરતારો વ્યક્ત કરવામાં આવ્યો છે, પ્રાચીન પરંપરાઓ મુજબ દર વર્ષે આ પ્રકારનો દેશી વરતારો ચોમાસાને લઈને વ્યક્ત કરવામાં આવતો હોય છે. હોળીની જાળને જોઈને આગાહીકારો આગામી ચોમાસાની આગાહી કરતા હોય છે, તે મુજબ આ વર્ષે ગુજરાતના કેટલા જિલ્લામાં ચોમાસું નબળું તો કેટલાક જિલ્લામાં ચોમાસાનો સારો વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હોળીની જાળનો પવન પૂર્વથી પશ્ચિમથી પૂર્વ તરફ જોવા મળે, તો આ વિસ્તારમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ વર્ષોથી વ્યક્ત કરાઈ રહી છે, તો બીજી તરફ નૈઋત્યથી ઇશાન તરફ જતો પવન નબળા ચોમાસાની આગાહી કરે છે.
આ પણ વાંચો - સાબરકાંઠામાં ઉત્તરાયણ નિમિત્તે દેવ ચકલીથી નવા વર્ષનો વરતારો કરાયો
આ વર્ષે કેટલાક પ્રદેશમાં પશ્ચિમથી પૂર્વ કેટલાક પ્રદેશમાં નૈઋત્યથી લઈને ઈશાનનો પણ જોવા મળ્યો
આ વર્ષે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં હોળીની જાળનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ જોવા મળતો હતો. જેને લઇને આ જિલ્લાઓમાં ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જ કેટલાક જિલ્લાઓમાં નૈઋત્યથી લઈને ઇશાન તરફનો પવન પણ હોળીની જાળનો જોવા મળ્યો હતો. જે સ્પષ્ટ બતાવી આપે છે કે, આ પ્રકારના પવનોથી ચોમાસાની ગતિમાં વિક્ષેપ પડે છે અને સરેરાશ કરતાં પણ ખૂબ ઓછા વરસાદ નૈઋત્યથી લઈને ઇશાન તરફ વાતા પવનવાળા પ્રદેશોમાં જોવા મળે છે.
આ પણ વાંચો - જામનગરના આમરા ગામે વરસાદનો વરતારો કરવા માટે વર્ષો જૂની પરંપરા યથાવત
મે મહિનાના અંતિમ સમયમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા
મે મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. ત્યાર બાદ સામાન્ય ચોમાસુ ખેંચાશે તેવો વરતારો પણ વ્યક્ત થઈ રહ્યો છે. વરસાદના વરતારાના આગાહીકારો દ્વારા આ વર્ષનું ચોમાસુ ખંડવૃષ્ટિ વાળું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ખંડવૃષ્ટિ પ્રકારનું નબળું ચોમાસું આવી શકે છે, તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો - આ ગામમાં હોળી પર આજે પણ કઢાઈ છે આ રીતથી વરસાદનો વરતારો