જૂનાગઢ: તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ને સમગ્ર રાજ્યમાં કરમુક્ત કરવાની માગ સાથે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. કેરલ જેવા રાજ્યમાં લવજેહાદને લઈને જે વાતાવરણ સર્જાઇ રહ્યું છે તેના પર આધારિત આ ચલચિત્ર ગુજરાતમાં પ્રત્યેક વાલી અને દીકરીઓ જોઈ શકે તે માટે તેને કરમુક્ત કરવાની પત્ર દ્વારા ધારાસભ્ય સંજય કોરડીયાએ માંગ કરી છે.
ધારાસભ્ય સંજય કોરડીયાનો પત્ર: જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ પત્રમાં લવ જેહાદના બનાવોને લઈને વિગત દર્શાવી છે. જે રીતે વિધર્મીઓ દ્વારા યુવતીઓને ફસાવીને તેમનીસાથે બળજબરીથી અનૈતીક કામો કરવામાં આવે છે. આવી ઘટનાને ચલચિત્રમા વાર્તાના રૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ખરેખર સત્ય ઘટના ઉજાગર કરે છે જે આવકારદાયક છે.
સત્ય ઘટના ઉજાગર કરતી ફિલ્મ: કેરલમાં કેટલાક વિધર્મીઓ દ્વારા કુમળી વયની દીકરીઓને કોઈપણ ભોગે તેમના વશમાં કરવા માટે ભોળવવામાં આવી રહી છે. આવા તત્વો દ્વારા બિછાવામાં આવેલી જાળમાં કુમળી વયની દીકરીઓ ફસાઈ રહી છે. આ પરિસ્થિતિમાં તેમને બચાવી ખૂબ જરૂરી છે તે પાસાનો ઉલ્લેખ ચલચિત્રમાં કરવામાં આવ્યો છે.
The Kerala Story Starcast Photos : 'ધ કેરલા સ્ટોરી'ના આ પ્રખ્યાત સ્ટાર્સને ઓળખો
ધ કેરાલા સ્ટોરીની કહાની આવકારદાયક: ધારાસભ્ય સંજય કોરડીયાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ધ કેરાલા સ્ટોરી ચલચિત્રના નિર્માતા અને નિર્દેશકનો આ પ્રયાસ એકદમ આવકારદાયક છે. આ ફિલ્મમાં જે ઘટનાઓ વાર્તાના રૂપમાં લોકો સમક્ષ રજુ કરવામાં આવી છે તેનાથી પ્રત્યેક વ્યક્તિ અને ખાસ કરીને દીકરી અને તેના માતા-પિતા વાકેફ થાય તે માટે સરકારે પ્રયાસ કરીને ધ કેરાલા સ્ટોરી ચલચિત્રને કર મુક્ત કરવાથી વિધર્મિઓ દ્વારા બીછાવવામાં આવેલી જાળમાં તેઓને ફસાતી બચાવી શકાય તેમ છે.