ETV Bharat / state

Massive Cyclone Video: દરિયામાં ચક્રવાતના સર્જનનો વિડિયો, આકાશમાંથી પાઈપ નાખી હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા સામે - Arabian Sea Cost

દરિયાઈ ચક્રવાતનો વિડિયો માછીમારી કરવા ગયેલા માછીમારે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે. મુખ્યત્વે વસંત અને ઉનાળાની શરૂઆતના દિવસોમાં ચક્રવાત જોવા મળે છે. જે ઠંડી અને ગરમ હવા ના મિશ્રણથી દરિયાઈ સપાટીથી આકાશ તરફ ચક્રવાત ના રૂપમાં બનતું અને આગળ વધતું જોવા મળે છે ચક્રવાતને કારણે દરિયાઈ તોફાન ની સાથે વરસાદ પણ પડતો હોય છે. આ વીડિયો જોઈને એવું લાગે કે, આકાશમાંથી જાણે કોઈ પાઈપ દરિયામાં નાંખીને ચક્રો ફેરવી રહ્યું હોય.

Massive Cyclone Video: દરિયામાં ચક્રાવાતના સર્જનનો વિડિયો, આકાશમાંથી પાઈપ નાખ્યો હોય એવા દ્રશ્યો

author img

By

Published : May 1, 2023, 10:06 AM IST

Updated : Jun 11, 2023, 4:43 PM IST

Massive Cyclone Video: દરિયામાં ચક્રાવાતના સર્જનનો વિડિયો, આકાશમાંથી પાઈપ નાખ્યો હોય એવા દ્રશ્યો

જૂનાગઢઃ પૃથ્વી પરની હોનારત કરતા દરિયાઈ વિસ્તારમાં બનતી કુદરતી આફત વધારે ખતરનાક હોય છે. આ અંગેનો એક પુરાવો તાજેતરમાં સામે આવેલા એક વિડિયોમાંથી સમજી શકાય છે. ચક્રવાતને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જે ખૂબ વિનાશ નોતરી શકે છે. તે પ્રકારે મહત્તમ 480 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ચક્રવાતની શક્તિને કારણે ફૂંકાઈ શકે છે. આવો જ એક ચક્રવાત દરિયામાં બનતો જોવા મળ્યો હતો. જે માછીમારના મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો ભારત-પાકિસ્તાન જળસીમા વિસ્તારનો હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચોઃ Gujarat Weather : પોરબંદરમાં વરસાદી વાતાવરણ ખીલ્યુ પણ પાકમાં નુકસાનની ભીતિ

મોબાઈલમાં વીડિયો કેદઃ અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે દરિયામાં સર્જાઈ રહેલા ચક્રવાત નો વિડિયો માછીમારી કરી રહેલા માછીમારે તેના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે. અમેરિકાના રાજ્યો સમગ્ર વિશ્વમાં ચક્રવાતથી સૌથી વધારે પ્રભાવિત માનવામાં આવે છે. પરંતુ આપણા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ આ પ્રકારે ચક્રવાત સર્જાતા હોય છે. આ જ પ્રકારના ચક્રવાતના સર્જનનો વિડીયો માછીમારી દરમિયાન એક માછીમારે તેના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે.

સમય નિશ્ચિત હોયઃ મુખ્યત્વે વસંત અને ઉનાળાની શરૂઆતના દિવસોમાં ચક્રાવાત સર્જાતા હોય છે. ખાસ કરીને સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં આવા ચક્રાવાતો ચોમાસા દરમિયાન વરસાદ કે વાવાઝોડાની સ્થિતિનું પણ નિર્માણ કરે છે. ચક્રાવાતને વિશ્વમાં સૌથી વધારે દરિયાઈ તોફાન અને ખૂબ મોટા નુકસાનકારક તોફાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચક્રાવાતના સર્જનમાં સમુદ્રનું પાણી આકાશ તરફ જતું જોવા મળે છે. જે ગરણી કે પાઇપ જેવા આકારમાં આપણ ને જોવા મળે છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Forecast: વાતાવરણમાં અચાનક પલટો, સુરતમાં વહેલી સવારે મેઘાની એન્ટ્રી

હવાનું દબાણ અસર કરેઃ મુખ્યત્વે હવાના ઉંચા કે નીચા દબાણના સર્જન થવાને કારણે ચક્રવાત ઉત્પન્ન થતા હોય છે. દરિયામાં અનુકૂળ વાતાવરણ મળતા ચક્રવાત અતિ તીવ્ર રૂપ પણ ધારણ કરે છે. જે દરિયાની સાથે જમીન પર પણ ખૂબ મોટા નુકસાનનું કારક પણ બનતા હોય છે. ચક્રવાત મુખ્યત્વે ગરમ અને ઠંડી હવાના મિશ્રણથી ઉત્પન્ન થતું હોય છે. આવા તોફાન જો લાંબો સમય દરિયાની સપાટી પર સતત ચાલતા જોવા મળે તો તે કોઈ મોટા દરિયાઈમાં તોફાની શક્યતાઓ પણ ઉભી કરી શકે છે. આવા ચક્રાવાતો અંતે દરિયામાં સમાઈ પણ જતા હોય છે.

Last Updated : Jun 11, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.