ETV Bharat / state

'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન - વાડલામાં સરકારની ઉદાસીનતા આવી સામે - સ્પેશિયલ સ્ટોરી

રાજ્ય સરકારના 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનનો જાણે કે વંથલી તાલુકાનુ વાડલા ગામ છેદ ઉડાડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સદ્દનસીબે ગામમાં કોરોના સંક્રમણના મોતનો આંકડો ચિંતાજનક જોવા મળતો નથી. અત્યાર સુધી બે ત્રણ લોકોએ કોરોના સંક્રમણ સામે જંગ હારતા જોવા મળ્યા છે, પરંતુ કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતું ટેસ્ટિંગ અને રસીકરણ કાર્યક્રમ પાછલા એક મહિના કરતાં વધુ સમયથી બંધ છે, જેને લઇને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મારુ ગામ કોરોના મુક્ત ગામ
મારુ ગામ કોરોના મુક્ત ગામ
author img

By

Published : May 23, 2021, 7:45 PM IST

  • સરકાર ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરીને કોરોના સામે લોકોને મજધારે છોડ્યા
  • ગામડાનો કોરોના મુક્ત રાખવાના સરકારી અભિયાનના દિવા તળે અંધારું
  • વંથલી તાલુકાના વાડલા ગામમાં એક મહિનાથી ટેસ્ટિંગ અને રસીકરણ કાર્યક્રમ થયો છે બંધ
  • ગામમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધુ, પરંતુ મોતના આંકડાઓ નીચે રહેતા ક્યાંક હાંશકારો
  • સરકારનું મારુ ગામ કોરોના મુક્ત ગામડાઓ અભિયાન બની રહ્યું છે હાસ્યાસ્પદ

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને કોરોના મુક્ત અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે કે, હવે હાસ્યાસ્પદ બનતું જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું વાડલા ગામ સરકારની ઉપેક્ષાના ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વાડલા ગામની 2,000 જેટલી વસ્તીના સરખામણીએ અહીં કોરોના સંક્રમણ કેસનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યા છે, પરંતુ આ સાથે કોરોના સંક્રમિત વ્યક્તિઓના મોતની સંખ્યા ગામ લોકોને હાંશકારો પણ કરી રહ્યા છે.

'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન - વાડલામાં સરકારની ઉદાસીનતા આવી સામે

આ પણ વાંચો - જવાહર ચાવડાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

સરકારની સુવિધા આપવાની વાતો માત્ર કાગળ પર

રાજ્ય સરકાર ગામડાઓને મારુ ગામ કોરોના મુક્ત અભિયાનમાં કોરોના મુક્ત ગામનો દાવો કરી રહી છે, પરંતુ વાડલા ગામમાં સરકારના દાવાની અપેક્ષા એ એકપણ કિસ્સામાં કામ થયું હોય તેવો એક પણ પૂરાવો હજૂ સુધી ગામમાં જોવા મળ્યો નથી. કોરોના સંક્રમિત દર્દી ઘરે સારવાર લઇ રહ્યા છે, ત્યારે સરકારની સુવિધા આપવાની વાતો માત્ર કાગળ પર હોય, તેવું વાડલા ગામમાં લાગી રહ્યું છે.

મારુ ગામ કોરોના મુક્ત ગામ
ગામડાનો કોરોના મુકત રાખવાના સરકારના અભિયાનની દિવા તળે અંધારા સમાન

આ પણ વાંચો - જૂનાગઢના વિસાવદર તાલુકાના લાલપુર ગામમાં સમાજ સુરક્ષા અધિકારીએ બાળ લગ્ન અટકાવ્યા

ગામલોકોએ સ્વ ખર્ચે પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટર ઉભું કર્યું

રાજ્ય સરકારે ગામડાઓને કોરોના સંક્રમણથી મુક્ત રાખવા માટે અનેક દાવાઓ કર્યા છે. આરોગ્યલક્ષી સેવાઓને લઈને દવાઓ તેમજ ઓક્સિજનની કોઈ ઉણપ નથી. તેમાં ગુલાબી ચિત્ર રજૂ કર્યા હતા, ત્યારે વંથલી તાલુકાના વાડલા ગામમાં ગામલોકોએ અને પટેલ સમાજના સહયોગથી સરકારી પ્રાથમિક શાળામાં સ્વખર્ચે આઈસોલેશન સેન્ટર ઊભું કર્યું છે, જે સરકારના દાવાની પોલ ખોલી રહ્યું છે. વાડલા બેઠક પરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભારત ચાવડાએ ETV BHARAT સમક્ષ કરેલી વાતચીતમાં સરકાર જે કામના દાવાઓ કરી રહી છે, તે પૈકીનો એક પણ કામ વાડલા ગામમાં થયું હોય એવું લાગતું નથી. વાડલા ગામમાં જે કામો થયા છે. જેમાં પટેલ સમાજ અને ગામ લોકોના સહકારથી જ કોરોના સંક્રમણને કાબૂમાં રાખવાની સફળતા મળી છે.

આ પણ વાંચો - જૂનાગઢ કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ બજાવી રહ્યા છે કાબિલેદાદ સેવાઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.