ETV Bharat / state

નાગર સમાજની અટપટી અટકો, ખુમારી અને ગર્વની કરાવે છે અનુભૂતી - Citizen Caste Identity

નાગર જ્ઞાતિમાં હાથી, ઘોડા, માંકડ, મચ્છર, મંકોડી સાથે બુચને પંચોલી આવી અટપટી (Surname in Nagar caste) અટકોને લઈને વિશેષ ઓળખ થાય છે. જે નાગર સમાજમાં હસી મજાકની અટકથી પરિવારો ખુમારી અને ગર્વ અનુભવે છે. તો ઇતિહાસકારોના મતે અપભ્રંશ થવાને કારણે અસ્તિત્વમાં આવી અને આજે તે નાગરી નાતની વિશેષ ઓળખ બની રહી છે. જાણો અન્ય કેટલીક નાગરી નાતની વિશેષતા...

હાથી, ઘોડા, માંકડ, મચ્છરને મંકોડી આ છે નાગરી નાતની ઓળખાણ માટેની અટક

author img

By

Published : Feb 12, 2022, 11:26 AM IST

Updated : Feb 12, 2022, 12:48 PM IST

જૂનાગઢ : હાથી, ઘોડા, માંકડ, મચ્છર, મંકોડી સાથે બુચને પંચોલી આવી અટપટી (Surname in Nagar Caste) અટકોને લઈને નાગર જ્ઞાતિની વિશેષ ઓળખ થાય છે. એવી અટપટી અટકો નાગર જ્ઞાતિ સિવાય અન્ય કોઈ જ્ઞાતિમાં આ પ્રકારની અટકો હોય તેવું જોવા મળ્યું નથી. સામાન્ય રીતે આ બધા પશુ પક્ષી કે અન્ય જીવ જંતુઓના નામ સાથે સુમેળ ધરાવે છે. માંકડ, ઘોડા, હાથી, મંકોડી આવી કોઈપણ પરિવારની અટક પણ હોઈ શકે તેવું એકમાત્ર નાગર પરિવારમાં જ જોવા મળે છે.

હાથી, ઘોડા, માંકડ, મચ્છરને મંકોડી આ છે નાગરી નાતની ઓળખાણ માટેની અટક

હળવી મજાક મસ્તી કરતી અટકો

આ પ્રકારની અટકો કેટલાક કિસ્સાઓમાં મજાક અને હળવી મજાક મસ્તી (Citizen Caste Identity) કરવા માટે પણ આવી અટકો ધરાવતા નાગર પરિવારોને લોકો આજે બોલાવે છે. ઘોડા, હાથી, બુધ કે મંકોડી આ પ્રકારનું જે તે વ્યક્તિ કે પરિવારને સંબોધન નાગર જ્ઞાતિમાં ક્યારે નીચા જોવા પણાનો અહેસાસ કરાવતું નથી. હાથી-ઘોડા અને અન્ય અટકો ઇતિહાસકારોના મતે અપભ્રંશ થવાને કારણે અસ્તિત્વમાં આવી અને આજે તે નાગરી નાતની વિશેષ ઓળખ બની રહી છે.

નાગર ઇતિહાસકાર હરીશ દેસાઈના મતે અટકો અપભ્રંશને કારણે આવી

જૂનાગઢમાં રહેતા ઇતિહાસકાર હરીશ દેખાઈએ ETV Bharat ને જણાવ્યું હતું કે, ઘોડા, માંકડ, મચ્છર, મંકોડી, બુચને પંચોલી પ્રકારની અટકો નાગર પરિવારોમાં અપભ્રંશ થવાને કારણે આવી છે. વર્ષો પૂર્વે કોઈ પણ ગામમાં રહેતા વ્યક્તિની અટક તેના ગામના નામ પરથી નક્કી થતી હતી. ઘોડાદ્રા ગામના રહેવાસીની અટક ઘોડાદ્રા હતી. સમય જવાને કારણે ધીરે ધીરે તેમાં અપભ્રંશ (Nagar Caste Specialty) થયો. ઘોડાદ્રા અટક માંથી આજે ઘોડા અટક કાયમી અસ્તિત્વમાં આવી ગઈ છે. આ જ પ્રકારે પોટા, વૈધ, સ્વાદિયા, અંજારિયા, લવિંગિયા, ખારોડ, વછરાજાની, અંતાણી, મુનશી અને બક્ષી અટક પણ અપભ્રંશ થવાને કારણે સર્જાઈ છે. તે હવે નાગર પરિવારની કાયમી ઓળખ બની ચૂકી છે.

આ પણ વાંચોઃ Foreign Tourist in Junagadh : 100થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂકેલો યુક્રેનનો પ્રવાસી પહોંચ્યો જુનાગઢ, પ્રાકૃતિક સંપદાને નિહાળીને થયો અભિભૂત

હસી મજાકની અટકથી નાગર પરિવારો ખુમારી અને ગર્વ અનુભવે છે

ઘોડા, માંકડ, મચ્છર, મંકોડી, બુચ અને પોટા આ એવી અટકો છે. જેને પ્રથમ વખત સાંભળવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની મજાક કરવામાં આવી હોય તેવું સામાન્ય પણે કહી શકાય. પરંતુ જૂનાગઢમાં રહેતા અનેક નાગર પરિવારોની અટક માકડ, મચ્છર, મંકોડી, હાથી, ઘોડા અને પોટા કેટલાય કિસ્સાઓમાં આ અટકો હસી મજાકનું પાત્ર બનતા હોય છે. પરંતુ નાગર પરિવારો (Nagar Family Surname) આવી વિશેષ અટક તેમને મળી છે. તેમનું ગર્વ અને અભિમાન પણ કરે છે. કોઈ પણ વ્યક્તિ હસી મજાકમાં પણ તેને ઘોડા, હાથી, માકડ કે મચ્છર કહીને બોલાવે તો પણ જરા ખોટું લગાડતા નથી. હોંશે હોંશે બોલાવનાર પ્રત્યેક વ્યક્તિને ખૂબ જ સરળતાથી જવાબ પર આપે છે.

આ પણ વાંચોઃ ગોવિંદપુર રેવન્યુ વિસ્તારમાં દીપડાનું અપ્રાકૃતિક મોત, વન વિભાગે એક વ્યક્તિની કરી અટક

Last Updated : Feb 12, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.