જ્યારે શહેરના વિકાસના કામો ગટર યોજના, લાઈટ, રોડ રસ્તા અને પીવાની પાણીની પાઈપ લાઈન, ગાર્ડન સહિત શહેરમા થયેલા વિકાસના કામોની ચર્ચા કરવામા આવી હતી.
મહત્વપૂર્ણ છે કે, ગટર યોજનાને લીધે શહેરમા પડતી મુશ્કેલી મામલે શાસક-વિપક્ષની સામસામે આવી ગયા હતા. ખાસ કરીને જોઈએ તો માંગરોળના રસ્તાઓ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વિરોધ પક્ષ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ હતી. બાદમાં સત્તાધારી પક્ષ દ્વારા સમારકામની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો.
માંગરોળ નગરપાલિકા દ્વારા બનાવાયેલા નવા રસ્તા ત્રણ મહિનામાં જ બિસ્માર બન્યા છે. હજુ તો ભુગર્ભ ગટરનું કામ શરૂ થયું નથી,જેથી હાલ રસ્તા બનાવવા યોગ્ય નથી. છતાંયે બની રહેલા રસ્તા ભૂગર્ભ યોજના સમયે તોડવા પડશે. ત્યારે વારંવાર બેદરકારી દાખવી સરકારની નાણાંનો વ્યય કરાય છે. જે અટકશે કે કેમ? તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.