- જૂનાગઢના પલાસવા ગામમાં કેરીની ચોરી થઇ
- 150થી 200 બોક્સ કેરી ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ
- તાલુકા પોલીસે ફરિયાદ લઈને કેરીની ચોરી કરનાર શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
જૂનાગઢ : જિલ્લામાં આવેલા પ્લાસવા ગામની સીમમાં એક સમય પ્રમાણે તે પ્રકારે કેવી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ગત ગુરુવારની મોડી રાત્રિએ ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલા 150થી 200 જેટલા 10 કિલોના કેરીના બોક્સની ચોરી થયાની જાણ શુક્રવારની સવારે ફાર્હાઉસના માલિક અતુલભાઇને થતા તેમણે કેરીની ચોરી થઇ હોવાની ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. અતુલભાઇની પોલીસ ફરિયાદને આધારે તાલુકા PSI સગારકા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો - ગીરની પ્રખ્યાત કેસર કેરીની માર્કેટમાં વિધીવત એન્ટ્રી, તાલાલા મેંગો યાર્ડમાં પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોકસ આવ્યા
રોકડ, સોના-ચાંદી અને મિલકતની જગ્યાએ કેરીની ચોરીની ઘટના આવી સામે
સામાન્ય રીતે રોકડ, સોના, ચાંદી, ઝવેરાત કે અન્ય કિંમતી મિલકતોની ચોરી થયાની અનેક ફરિયાદો નોંધાઇ છે, પરંતુ જે પ્રમાણે કેરીની ચોરીની ઘટના સામે આવતા પોલીસ પણ આશ્ચર્યચકિત બની ગઈ છે અને કેરીની ચોરી જેવી ઘટનાને અંજામ આપનારા વ્યક્તિઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે. આવા સમયે કેટલાક લેભાગુ તત્વો પણ આ પ્રકારની ચોરીને અંજામ આપી શકે છે, અથવા તો કોઈ જાણભેદુ કે આસપાસમાં સતત જોવા મળતી વ્યક્તિ પણ આ પ્રકારની ચોરીમાં શામેલ હોઈ શકે છે, જેને આધાર બનાવીને જૂનાગઢ તાલુકા PSI સગારકા તપાસ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો - કેરી પકવતા ખેડૂતોને ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે પાકની ઓછી આવક થવાની ભીતિ