કમિશનર ડૉ. સૌરભ પારધીની સીધી સૂચનાથી આજે મનપાના નાયબ કમિશનર પ્રફુલ કનેરિયાની ટીમ દ્વારા શહેરમાં પ્લાસ્ટિકનું વહેચાણ કરતા એકમો પર તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાય જતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મનપા દ્વારા 50 માઇક્રોનથી નીચેનું પલાસ્ટીક પ્રતિબંધીત છે. ત્યારે શહેરમાં કેટલાક વેપારીઓ આવું પ્લાસ્ટિક વહેચાણ કરતા હોવાની વિગતો મળી હતી.
ત્યારે અધિકારીઓ દ્વારા દાણાપીઠ વિસ્તારમાં તપાસ કરતા ત્યાંથી 80 કિલો પ્લાસ્ટિક મળી આવ્યું હતું. જેને લઈને વેપારીઓને 36 હજારનો દંડ વસૂલીને પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.