જૂનાગઢ : પોલીસે જીરાની ચોરી કરતા પાંચ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. માખીયાળા નજીક આવેલા જીરાના કારખાનામાંથી ગત 31 ડીસેમ્બરથી લઈને 19 જાન્યુઆરી દરમિયાન 15 લાખ કરતાં વધુની કિંમતના જીરાની ચોરી થઈ હતી. ગોડાઉનના માલિક ફૈઝલ મેમણની ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે પાંચ આરોપીની અટકાયત કરીને જીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે .
જીરા પર થયેલી સીનાજોરીમાં પોલીસે આરોપીને પકડી પાડ્યા જુનાગઢ તાલુકાના માખિયાળા ગામ નજીક આવેલા એક ગોડાઉનમાંથી ગત 31મી ડિસેમ્બરથી લઈને 19 જાન્યુઆરી 2023 દરમિયાન અહીંથી જીરાની નાની મોટી બોરીઓની ચોરી થવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તાલુકા પોલીસ મથકમાં થયેલી ફરિયાદને આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે અંદાજિત 15 લાખ કરતાં વધુના જીરાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરી પાછળ સંડોવાયેલા પાંચ જીરા ચોરની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Navsari News: નવસારીના ચીખલીમાં તસ્કરો બેફામ, એક જ રાતમાં 15 જગ્યાએ ચોરીને અંજામ આપ્યો
ઇતિહાસમાં આટલી મોટી જીરાની ચોરી પ્રથમ વખત પકડાઈ આટલા મોટા પ્રમાણમાં ખાદ્ય ચીજ જીરાની ચોરી થતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. સમગ્ર મામલામાં આરોપી સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને મળેલી પૂર્વ બાતમીને અનુસાર કેટલાક શંકાસ્પદ શખ્સો આ પ્રકારની ચોરી સાથે સંકળાયેલા હશે તેવી માહિતી મળતા પોલીસે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ નજીકથી તમામ પાંચેય આરોપીને ઓટો રિક્ષા અને ચોરીમાં ગયેલા જીરાના 89 બોરી મુદ્દામાલ સાથે પકડી પાડીને 15 લાખ કરતાં વધુના જીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ પણ વાંચો : Theft in M.S Uni: વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલ રૂમમાંથી પંદર હજારની ચોરી
ભંગારની ચોરી કરવા ગયા અને ઇરાદો બદલ્યો મૂળ જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં રહેતા પાંચે આરોપી માખીયાળા નજીક કારખાનાઓમાં ભંગારની ચોરી કરવા માટે ગયા હતા, પરંતુ અચાનક કારખાનામાં પડેલા મોટા પ્રમાણમાં જીરા પર પાંચેય ચોર ટોળકીના સભ્યોએ નજર બગાડી અને પાંચથી સાત દિવસના અંતરમાં અંદાજે 15 લાખ કરતાં વધુના જીરાની ચોરી કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ આટલા મોટા પ્રમાણમાં જીરાની ચોરી થયાની ફરિયાદ થતા જ આરોપીઓ સુધી પોલીસને પહોંચવામાં સફળતા મળી હતી. હાલ જીરાની બજાર કિંમત સતત વધી રહી છે. નવી સિઝનનો પાક બજારમાં આવવાના હજુ થોડા સમયની રાહ જોવી પડે તેમ છે, ત્યારે તસ્કરો ટોળકી જીરા પર હાથ અજમાવ્યો, પરંતુ પોલીસનો હાથ આરોપીઓ જીરાની ચોરી કરીને રફ્ફુચક્કર થઈ જાય તે પહેલા જ આરોપી સુધી પહોંચી ગયો.