જૂનાગઢ: આજે મકરસંક્રાંતિના પાવન પર્વે લોકો પતંગ ચગાવી રહ્યા છે ત્યારે પતંગની ઘાતક દોરી પક્ષીઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાગઢ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિના દિવસોએ ઘાયલ પક્ષીઓની સારવાર થાય અને તેને બચાવી શકાય તે માટે દર વર્ષે બે દિવસનો કેમ્પ કરવામાં આવે છે. જેમાં આજે સવારથી પતંગની દોરીથી ઘાયલ થયેલા અને ખાસ કરીને કબૂતર વર્ગના પક્ષીઓ આવી રહ્યા છે. લોકો પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે પરંતુ તેની આકરી સજા પક્ષીઓ ભોગવી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થયેલા અને લોહી લુહાણ હાલતમાં આવેલા પક્ષીઓને ફરીથી ઉંચી ઉડાન ભરી શકે તે માટેની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો makar sankranti 2023: વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું
ગંભીર રીતે ઘાયલ કબૂતરો આવી રહ્યા છે સામે: ગંભીર રીતે પતંગની દોરીથી ઘાયલ થયેલા કબૂતરો હવે સામે આવી રહ્યા છે. લોહી લુહાણ હાલતમાં કેમ્પમાં હાજર ડોક્ટરોએ કબુતરની કપાયેલી પાંખને ફરી જોડીને માનવતા ભર્યું કામ કર્યું છે. કોઈ પતંગ ચાહકની પ્રાણ ઘાતક દોરીએ કબૂતરની ઊંચી ઉડાન ભરવાના હોસલા સમાન પાંખને પલકવારમાં કાપી નાખી જેને મહા મહેનતે પશુ તબીબોને જોડવામાં સફળતા મળી છે. આપણે આશા રાખીએ કે પાંખ કપાયેલું કબુતર ફરીથી સ્વસ્થ થશે અને હોસલા ભરી ઊંચી ઉડાન લગાવતું જોવા મળશે.
આ પણ વાંચો G20 summit craze on makar sankranti: ભુજના પતંગબાજે G-20 થીમ પર મહાકાય પતંગ ચગાવ્યા
જીવ દયા પ્રેમીઓએ કરી પતંગ રસિકોને અપીલ: જીવ દયા પ્રેમીઓએ પતંગ રસિકોને અપીલ કરી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પશુઓની સારવાર માટે કેમ્પ શરૂ કરાયો છે. જેમાં અત્યાર સુધીમાં પતંગની દોરીથી ઘાયલ કબૂતરો આવી રહ્યા છે. જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશ સંઘવી એ પતંગ રસીકોને પતંગની મજા લેતા રોકતા નથી પરંતુ લોકોના પતંગ ઉડાવવાની મજા ની સજા પક્ષીઓ ભોગવી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ખૂબ જ સાવચેતીપૂર્વક પતંગ ઉડાવવામાં આવે તો લોકો સાચા અર્થમાં સંક્રાંતિની મજા માણી સાથે અને પક્ષીઓ બિલકુલ નિર્ભય થઈને આકાશમાં ઉડાન ભરતા જોવા પણ મળે આ સૌની જવાબદારી છે. સૌએ પોતાની જવાબદારીનું વહન કરીને પક્ષીઓને થતાં નુકસાનને લઈને પણ ચિતીત બનવું જોઈએ તેવો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.