જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળાને લઈને હવે ધીમે ધીમે સમગ્ર દેશમાંથી નાગા સન્યાસી ગિરનાર તરફ આવી રહ્યા છે. ભવનાથની તળેટીમાં પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓ અલખને ઓટલે શિવ આરાધના કરતા જોવા મળશે. દેશમાંથી આવતા શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓમાં પણ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નાગા સન્યાસીઓનું ગિરિ તળેટીમાં આગમન : મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથની ગીરી તળેટી શિવમય બનતી જોવા મળશે. હિન્દુ તિથિ મુજબ મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મહાશિવરાત્રી મેળાની શરૂઆત થતી હોય છે. શિવરાત્રીના દિવસે ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં નાગા સન્યાસીઓ દ્વારા મધ્યરાત્રીએ સ્નાન પૂર્ણ થયા બાદ મેળાને વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો : ભવનાથ મંદિરમાં જોવા મળી અલૌકિક ઘટના : ભગવાન વિષ્ણુ સાક્ષત મહાદેવને આવ્યા મળવા
સુર, સુરાને સંતવાણી : જેના માટે ખાસ આ મેળાનું આયોજન થાય છે તેવા શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓનું આગમન ગીરી તળેટીમાં ધીમે ધીમે થઈ રહ્યું છે. આ મેળાનું ધાર્મિક મહત્વ વધતું જાય છે, આ ઉપરાંત ગુજરાતની પરંપરા અનુસાર ડાયરો કહેવાતા જેમાં સાત સુરાના સંગમનું આયોજન થતું હોય છે. વિવિધ કલાકારો દ્વારા સંતવાણી ગાયન કરવામાં આવે છે. આ ઉપરાંત દેશ પરદેશથી ભક્તો પણ જૂનાગઢ ભવનાથની મહાશિવરાત્રીનો લ્હાવો લેવા આવતા હોય છે.
આ પણ વાંચો : ગિરનાર પર્વત પર ગંદકીથી કંટાળી અરજદારે ખખડાવ્યા HCના દ્વાર, કહ્યું - આજે પણ નથી આવ્યો ઉકેલ
નાગા સન્યાસીઓએ શરૂ કરી તૈયારી : ભવનાથની ગીરી તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો નાગાસન્યાસીઓને સમર્પિત હોય છે, ત્યારે ધીમે ધીમે સમગ્ર દેશમાંથી નાગાસન્યાસીઓ ગિરનારની તળેટીમાં આવી રહ્યા છે. અહીં અલખને ઓટલે પાંચ દિવસ સુધી ધૂણી ધખાવીને શિવની આરાધના કરતા જોવા મળશે. ત્યારે નાગાસન્યાસીઓ દ્વારા તળેટી પરીક્ષેત્રમાં ઘુણા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળા સાથે ધાર્મિક વાઈકા પણ જોડાયેલી છે. નાગા સન્યાસીઓને શિવ પરિવારમાં સૈનિક તરીકે આજે પણ પૂજવામાં આવે છે. સનાતન ધર્મની પરંપરા મુજબ શિવરાત્રીના આ દિવસો દરમિયાન દેવાધી દેવ મહાદેવ શિવનું રૂપ ધારણ કરીને ગિરનાર તળેટીમાં હાજર હોય છે. જેને લઈને પણ શિવરાત્રીના મેળાનું ધાર્મિક મહત્વ આદિ અનાદિ કાળથી જોવા મળે છે.