જૂનાગઢઃ મહાશિવરાત્રીના પાવન પર્વે દેવાધિદેવ મહાદેવની નિશ્રામાં ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાય છે. મેળા દરમિયાન સાધુ સંતો અને શિવ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ભોજનમાં ભક્તિનો રસ પડતા તે મહાપ્રસાદ બની જાય છે. તેની શક્તિ સમગ્ર વર્ષ પ્રસાદને આરોગનાર વ્યક્તિને પ્રાપ્ત થતી હોય છે.
આ પણ વાંચોઃ Maha Shivratri fair 2023: મહા શિવરાત્રીના મેળાનો આજે અંતિમ શિવાયલમાં મહાદેવ હરનો નાદ પડઘાશે
શિવરાત્રીમાં ત્રિવેણી સંગમઃ ભવનાથમાં આયોજિત થતા મહાશિવરાત્રીના મેળા ને ભજન ભોજન અને ભક્તિના સંગમ સમાન માનવામાં આવે છે. સનાતન ધર્મની પ્રાચીન માન્યતા મુજબ મહાશિવરાત્રીના મેળામાં આવતા પ્રત્યેક સન્યાસી શિવ ભક્ત અને ભાવિકોને જે ભોજન પ્રસાદ આપવામાં આવે છે. તેની સાથે ધર્મની સુવાસ ભળતી જોવા મળે છે. ભોજન માં જ્યારે ભક્તિ રસને સાધવામાં આવે છે. ભોજન મટીને મહાપ્રસાદ બની જતું હોય છે.
ભોજન સ્વયં એક મહાપ્રસાદ બની જતું હોય છે જે ભોજન મહાદેવ અને દેવી દેવતાઓની હાજરીમાં બનતુ હોય છે. તે આરોગ્યની દ્રષ્ટિએ મૂલ્યવાન માનવામાં આવે છે જેને કારણે જ મહાશિવરાત્રીના મેળામાં પ્રસાદ આરોગવા માટે સમગ્ર દેશમાંથી સાધુ સંન્યાસી અને પ્રવાસીઓ આવી રહ્યા છે. શિવના પ્રસાદ રૂપે ગ્રહણ કરીને તેઓ વર્ષ પર સારું આરોગ્ય રહે અને ધન ધાન્ય થી ભંડારો ભરેલા રહે તે પ્રકારના અનુભવ સાથે પ્રસાદને ગ્રહણ કરે છે---નરેન્દ્ર ગીરી બાપુ (અન્નક્ષેત્ર સંચાલક)
આ પણ વાંચોઃ 18 February Panchang: જાણો આજનો શુભ સમય અને રાહુકાલ સમય
મહાપ્રસાદનું વિતરણઃ આ મહાપ્રસાદ દેવાધિદેવ મહાદેવ અને ગીરીવર ગિરનારની નિશ્રામાં જે આત્માઓને પ્રાપ્ત થાય છે. તેને આ પ્રસાદ વર્ષ પર જીવન જીવવાની એક અનોખી સૂક્ષ્મ અને આંતરિક શક્તિ રુપે પુરવાર કરે છે. ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં આવેલા સન્યાસીઓ અને શિવ ભક્તો માટે ભોજન રૂપી પ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભવનાથની ગીરી તળેટીમાં શિવભક્તો અને નાગા સન્યાસીઓ માટે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાય છે.
બેસ્ટ ક્વોલિટીઃ ગુણવત્તાની દ્રષ્ટિએ ખુબજ પ્રાથમિકતા રાખવામાં આવે છે. જ્યારે પ્રસાદ રૂપે કોઈ પણ ભોજન અર્પણ કરવાનું હોય અને તે પણ દેવોને ધરીને પ્રસાદ રૂપે આરોગવાનો હોય ત્યારે તેમાં શુદ્ધતા અને સાત્વિકતા હોવી ખૂબ જ જરૂરી છે. ભવનાથમાં જે અન્ય ક્ષેત્રો કામ કરી રહ્યા છે. તેમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત અને પ્રોટીન વિટામિન સહિત તમામ પ્રકારની શારીરિક જરૂરિયાતોને પૂરી કરી શકે તે પ્રકારના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચોઃ MAHASHIVRATRI 2023: આજે જય ભોલેનાથના નાદથી ગૂંજી ઉઠશે શિવાલયો
આરોગ્ય માટે નુકસાનકારક નથીઃ આ પ્રસાદમાં પણ તમામ સાત પ્રકારના રસોનો સુમેળ કરવામાં આવે છે. કહેવાય છે કે સાત પ્રકારના રસોથી બનેલો પ્રસાદ આરોગ્યની દ્રષ્ટિએ સર્વ શ્રેષ્ઠ મનાયો છે.ગિરિ તળેટીમાં શિવ ભક્તોની સાથે સંન્યાસીઓ મહાપ્રસાદ નો લાભ લેતા જોવા મળે છે. ભવનાથમાં આયોજિત થતાં ભોજન પ્રસાદને લઈને અન્ન ક્ષેત્ર ચલાવતા નરેન્દ્રગીરી બાપુએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, જ્યારે દેવાધિદેવ મહાદેવ ના પ્રસંગ હોય દત્ત અને ગિરનારી શક્તિની સતત હાજરી હોવાથી આવા સમયે તેમની ઉપસ્થિતિની વચ્ચે બનાવવામાં આવતું.