જૂનાગઢઃ મહાશિવરાત્રીના દિવસે દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવા ભાંગના પ્રસાદને મેળવીને શિવભક્તો ખૂબ જ શિવમય બની રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે ભાંગનો પ્રસાદ લેવાની પણ સનાતન ધર્મ સંસ્કૃતિની પરંપરા છે. ભાંગનો પ્રસાદ મહાદેવની સાથે અન્ય દેવી-દેવતાઓએ પણ ગ્રહણ કર્યો હતો.
આ પણ વાંચોઃ Mahashivratri 2023: મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ
શિવાલયમાં વિશેષ પૂજાઃ મહાશિવરાત્રી નિમિતે રાજ્યભરના શિવાલયમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને સોમનાથ મંદિર મોડી રાત સુધી દર્શન હેતું ખુલ્લું રાખવામાં આવે છે. શિવભક્તિ માટે તથા શિવને ખુશ કરવા માટેનો આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. સોમનાથ મંદિર તથા નાગેશ્વર મંદિર આખી રાત ખુલ્લા રહેશે. શનિવારે સાંજે 4 વાગ્યાથી લઈને સતત 42 કલાક સુધી સોમનાથ મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.
અભિષેક-આરતીઃ મહાશિવરાત્રીના પર્વ નિમિતે મહાઆરતી અને મહાપૂજાનું આયોજન દરેક મંદિરમાં કરવામાં આવે છે. શનિપ્રદોષ સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે શ્રવણ નક્ષત્ર અને વ્યાતિપાત વરિયાન યોગ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. રાત્રીના 12.39થી 1.25 વાગ્યા સુધી નિશિથકાળ રહેશે. દક્ષિણ ગુજરાતના શિવાયલમાં કમળના દર્શન તથા મહાઆરતી યોજાશે.
આ પણ વાંચોઃ Chardham Yatra 2023: 25 એપ્રિલથી કેદારનાથ અને 27 એપ્રિલથી બદ્રીનાથના દર્શન
શિવ આરાધનાઃ શિવાયલમાં મહાશિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ સવારથી જ જોવા મળી છે. શિવાલયમાં રુદ્રીપાઠ, સ્ત્રોત તેમજ શિવતાંડવથી શિવની આરાધના કરવામાં આવે છે. આખા વર્ષમાં કુલ 12 શિવરાત્રી આવે છે. મહાવદ પક્ષની ચૌદશે આવતી શિવરાત્રીનું ખાસ મહત્ત્વ હોય છે. એ પછી શ્રાવણ મહિનામાં આવતી શિવરાત્રીનું ખાસ મહત્ત્વ હોય છે. શનિવારે 8.03 વાગ્યા સુધી તેરસની તિથિ ઉજવાઈ હતી.
ચૌદશ શરૂઃ શનિવારે રાત્રીના 8 વાગ્યા બાદ ચૌદશનો દિવસ શરૂ થઈ ગયો હતો. શિવાયલ શનિવાર રાત્રથી જ સુશોભિત કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક ભક્તોએ વહેલી સવારથી જ દર્શન માટેની લાઈનમાં ઊભા રહેવાનું શરૂ કરી દીધું હતું. શનિવારે 5.42 વાગ્યા સુધી ઉત્તરાષાઢા બાદ શ્રવણ નક્ષત્ર રહે છે. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સોમવતી અમાસ છે. શનિ પ્રદોષ હોવાને કારણે હનુમાનજીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યાસ્ત પછીની રાત્રીને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.