ETV Bharat / state

ભારતી આશ્રમના ગાદીપતિ ભારતી બાપુ થયાં બ્રહ્મલીન

ભવનાથમાં આવેલા ભારતીય આશ્રમના ગાદીપતિ ભારતી બાપુ આજે વહેલી સવારે બ્રહ્મલીન થયા છે. તેમને સમાધિ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં આપવામાં આવશે. બ્રહ્મલીન મહંત ભારતી બાપુને સંતો-મહંતો અને તેમના ભાવિકોની હાજરીમાં સમાધિ આપવામાં આવશે.

junagadh
junagadh
author img

By

Published : Apr 11, 2021, 11:26 AM IST

  • ભારતી આશ્રમના મહંત ભારતીબાપુ થયાં બ્રહ્મલીન
  • અમદાવાદના સરખેજમાં આવેલા આશ્રમમાં વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ
  • આજે બપોરે સંતો-મહંતો અને ભાવિકોની હાજરીમાં ભારતી બાપુને અપાશે સમાધિ

જૂનાગઢ: મહામંડલેશ્વર ભારતી બાપુ ગત મોડી રાત્રે 2:30 વાગ્યે બ્રહ્મલીન થયા હતા. ભારતી બાપુના અંતિમ દર્શન આજે રવિવારે સવારે 8:30 કલાક સુધી સરખેજ આશ્રમ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાધિ સ્થાન જૂનાગઢ લઇ જવામાં આવ્યા હતા.

ભારતી બાપુ થયાં બ્રહ્મલીન બપોરે આપવામાં આવશે ધાર્મિક પૂજનવિધિ સાથે સમાધિ

ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર ભારતી બાપુ આજે વહેલી સવારે સરખેજના ભારતી આશ્રમમાં બ્રહ્મલીન થયા છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયાંના સમાચાર સાધુ સંતો અને તેમના સેવકોમાં વાયુવેગે પ્રસરી જતાં બાપુના સેવકો અને સંતોમાં પણ શોક જોવા મળી રહ્યો છે. બ્રહ્મલીન થયેલા ભારતી બાપુનો નશ્વર દેહ અમદાવાદના સરખેજ આશ્રમથી જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવી રહ્યો છે. જ્યાં ભારતી બાપુને ધાર્મિક વિધિ-વિધાન અને પૂજન સાથે સમાધિ આપવામાં આવશે. સમાધિ આપવાના સમયે મોટી સંખ્યામાં ભારતી બાપુના સેવકો ગિરનાર મંડળના સાધુ-સંતો અને દર્શનાર્થીઓની હાજરીમાં ભારતી બાપુને સમાધિ આપવામાં આવશે.

આ પણ વાંચો: ઘેર રહો, સુરક્ષિત રહી ચૈત્રી નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરીએ કોરોના ભાગી જશેઃ ભારતીબાપુ

બાપુના નશ્વર દેહને દર્શનાર્થે ભારતી આશ્રમમાં રાખવામાં આવશે

આજે બપોર બાદ ભારતી બાપુના નશ્વર દેહને ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવશે. કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ અને સાવચેતીઓ સાથે બાપુના દેશને સેવકો ભક્તો અને સાધુસંતોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. એક કલાક જેટલા સમય માટે બાપુના નશ્વરદેહ દેહના દર્શન સૌ કોઈ કરી શકશે. ત્યારબાદ હિન્દુ ધાર્મિક વિધિ મુજબ બ્રહ્મલીન થયેલા ભારતી બાપુને ભારતી આશ્રમમાં જ સમાધિ આપવામાં આવશે.

વડાપ્રધાન સહિત તમામ પ્રધાનોમાં તેઓ ખૂબ આદરણીય હતા

શ્રી મહામંડલેશ્વર ભારતી બાપુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમજ ગુજરાત રાજ્યના તમામ પ્રધાનો પણ ભારતી બાપુને નમન કરવા આવતા હતા તેમજ તેમની સલાહ મેળવતા હતા. તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં તેમના પ્રત્યે ખુબ જ આદર હતો અને ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા અને દરેક સમસ્યાનું સમાધાન ભારતીબાપુ કરી આપતા હતા. ભારતી બાપુએ વ્યસન મુક્તિનું ખૂબ મોટુ કામ કર્યું હતું.

ભારતી આશ્રમના ગાદીપતિ ભારતી બાપુ થયાં બ્રહ્મલીન

આ પણ વાંચો: મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે

મહામંડલેશ્વર પૂજ્ય શ્રી ભારતી બાપુનો ETV Bharatને અંતિમ સંદેશો

મહામંડલેશ્વર પૂજ્ય શ્રી ભારતી બાપુએ તેમના 93માં વર્ષની જન્મ જયંતિ નિમિત્તે ETV Bharat પર તેમનો સંદેશ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આપણે સૌ ભેગા મળી સનાતન ધર્મના દિગ્વિજય માટે કાર્ય કરીએ અને કેટલું જીવવા કરતા કેવું જીવવું એને મહત્વ આપીએ. માટે જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી ભગવાનની પૂજા કરીએ અને ભજન તેમજ ભોજન કરાવીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીએ, નિર્વ્યસની જીવન જીવીએ અને ભગવાનને પાર્થના કરીએ કે, હવે કોરોનાની મહામારી સામે વિશ્વ ઝઝૂમી રહ્યું છે તો તેની વિદાય થાય અને દુનિયા શાંતિથી જીવે.

સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીથી મુક્ત થાય તેવા આપ્યા હતા આશીર્વાદ

ભારતી આશ્રમના ગાદીપતિ મહંત મહામંડલેશ્વર ભારતી બાપુએ દિવાળીની સમગ્ર વિશ્વને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી તમામ લોકોને મુક્તિ મળે તે માટેના આશીર્વચન પાઠવ્યા હતા. દરેક દેશવાસીઓની સાથે સમગ્ર વિશ્વને આવનારુ નવું વર્ષ આરોગ્ય સફળતા અને લાભદાયક નીવડે એવા આશીર્વાદ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.