જૂનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં અર્ધ નારેશ્વર તરીકે પૂજાતા કિન્નરોનું ખૂબ મહત્વ જોવા મળે છે. આદિ અનાદિ કાળથી કિન્નરો સૃષ્ટિની રચના સાથે પણ જોડાયેલા છે. શિવને પોતાના આદ્યગુરુ માનતા કિન્નર અખાડા દ્વારા પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં ધુણો લગાવતા જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાંથી આવેલા અર્ધ નારેશ્વર સ્વરૂપ કિન્નરો રવેડીમાં સામેલ થઈને મહાશિવરાત્રીના પર્વની ધાર્મિક ઉજવણી કરશે.
આ પણ વાંચો Maha Shivratri 2023: 25 જેટલા મહિલા અને પુરુષ સાધકોએ ભવનાથમાં ધારણ કર્યો સન્યાસ
કિન્નર અખાડો: મહાશિવરાત્રીના મહાપર્વમાં કિન્નર અખાડાનું પણ ધાર્મિક મહત્વ આદી અનાદિ કાળથી આલેખવામાં આવ્યું છે. તે મુજબ આ વખતે પ્રથમ વખત ભવનાથની ગીરી તળેટીમાં કિન્નર અખાડાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં સમગ્ર દેશમાંથી આવેલા કિન્નરો અલખના ઓટલે ધુણો ધખાવતા જોવા મળશે. પાછલા કેટલાક વર્ષોથી મહાશિવરાત્રીના મેળામાં કિન્નરો રવેડીમાં સામેલ થઈ રહ્યા હતા. રવેડી પૂર્ણ થયા બાદ મધ્યરાત્રીએ મહાશિવરાત્રીના દિવસે તેઓ મૃગીકુંડમાં સ્નાન કરીને મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત મહા શિવરાત્રીમાં મેળામાં કિન્નર અખાડા નું સ્થાપન કરવામાં આવ્યું છે.
સ્વરૂપમાં થાય છે પૂજા: સનાતન ધર્મ સંસ્કૃતિમાં કિન્નરોને અર્ધ નારેશ્વર ની શક્તિના રૂપમાં પણ પૂજવામાં આવે છે. સનાતન ધર્મની સંસ્કૃતિ ના ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ થયા મુજબ શિવ અને શક્તિના રૂપ તરીકે સૃષ્ટિમાં પૂજાય રહેલા કિન્નરો વગર ભારતીય ધર્મ સંસ્કૃતિ આજે પણ અપૂર્ણ માનવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં માનતા કિન્નર સમાજ દેવાધિદેવ મહાદેવ ને તેના આદ્યગુરુ માને છે. કિન્નર સમુદાયને દેવોમા સ્થાન આપવામાં આવ્યું છે. સનાતન ધર્મની ઉત્પત્તિ તે લઈને વાત કરીએ તો સમગ્ર જગતમાં સર્વશપ્રથમ વખત સૃષ્ટિની રચના કરતી વખતે બ્રહ્માજીએ કિન્નર અને કૈલાશનું સર્જન કર્યું હોવાની પણ દંતકથા જોવા મળે છે. કિન્નર અને ત્યાર બાદ ગદર્ભ ગણની રચના થઈ હતી. જેને કારણે પણ કિન્નર આજે ખૂબ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો Maha Shivratri 2023: રેલવે વિભાગે જૂનાગઢ જતી ટ્રેનની સંખ્યા વધારી, જાણો ટાઈમટેબલ
શિવ અને શક્તિના સ્વરૂપ સમાન કિન્નરની હાજરી વિના કોઈ પણ ધાર્મિક કાર્ય પૂર્ણ થતું નથી પ્રત્યેક ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા ઉત્સવ મેળાવડા અને ધર્મ કાર્યમાં કિન્નરની પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ હાજરી અનીવાર્ય મનાય છે ત્યારે પાછલા ઘણા વર્ષોથી મહા શિવરાત્રીના મેળામાં આયોજિત થઈ રહેલા શાહી સ્નાનમાં તેઓ સામેલ થઈ રહ્યા છે પરંતુ આ વર્ષે પ્રથમ વખત કિન્નર અખાડો સ્થાપિત કરીને મહા શિવરાત્રીના પર્વ દરમિયાન ધાર્મિક ભાવના ને ઉજાગર પણ કરી રહ્યા છે-- મહામંડલેશ્વર પવિત્રાનંદગીરી મહારાજ