ETV Bharat / state

જૂનાગઢ મગફળી કૌભાંડના ત્રણ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢમાં મગફળી કૌભાંડને લઈને આજે પોલીસને મોટી સફળતા મળી છે અને ત્રણ જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

મગફળી કૌભાંડના ત્રણ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ

author img

By

Published : Feb 6, 2020, 2:43 PM IST

Updated : Feb 6, 2020, 5:42 PM IST

જૂનાગઢ : મગફળી કૌભાંડને લઈને પોલીસને આજે મોટી સફળતા મળી છે. સમગ્ર કૌભાંડમાં સામેલ એવા ત્રણ આરોપીઓને બે લાખ કરતા વધુની મગફળીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલાને લઇને પોલીસ હજુ પણ તપાસની દિશામાં આગળ વધી રહી છે. જેને લઇને આગામી દિવસોમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે.

મગફળી કૌભાંડના ત્રણ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ
છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા. પુરવઠા નિગમના ગોડાઉનમાં ખેડૂતોની હાજરીમાં મગફળીની તપાસ કરતા તેમાં અનિયમિતતા થઈ હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જેને લઇને પુરવઠા નિગમ દ્વારા પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર મામલાની ગંભીરતાને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પોલીસને સફળતા મળતાં મગફળીમાં ગોલમાલ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હજુ પણ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. જેને લઇને આગામી દિવસોમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી કૃષિ જણસોનાની લે વેચની પેઢી પણ ધરાવે છે જે આ મગફળીની ખરીદી પ્રક્રિયામાં પણ સામેલ હતો તેના દ્વારા પોતાની પેઢીમાં ખેડૂતો દ્વારા વહેંચવામાં આવેલી નબળી મગફળીને સમય અને તક જોઈને સરકાર દ્વારા ખરીદી કરવામાં આવેલી સારી મગફળીની જગ્યા પર અદલા બદલી કરી અને પુરવઠા નિગમના ગોડાઉનમાં આ હલકી કક્ષાની મગફળી મોકલી આપતો હતો. જેને લઇને પોલીસે અંદાજે બે લાખ કરતાં વધુના મગફળીના મુદ્દામાલની પણ અટકાયત કરી છે તેમજ સીસીટીવીમાં હજુ પણ કેટલાક શંકાસ્પદ લોકો જોવા મળી રહ્યા છે જેની પણ આગામી દિવસોમાં પૂછપરછ હાથ ધરાશે અને આ પૈકીના કેટલાક લોકોની જો જરૂર પડશે તો અટકાયત કરીને પણ આકરી પૂછપરછ કરવાની તૈયારી જુનાગઢ પોલીસ દર્શાવી રહી છે.સમગ્ર મામલામાં પુરવઠા નિગમના એક પણ કર્મચારી કે અધિકારીની પોલીસે હજુ સુધી અટકાયત કરી નથી. જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર ખરીદી પ્રક્રિયા જેની જવાબદારી નીચે આવે છે અને ખરીદ કરાયેલી મગફળી પુરવઠા નિગમના ગોડાઉનમાં રાખવામાં આવતી હતી, ત્યારે નિગમના અધિકારી કે કર્મચારીનું ધ્યાન સમગ્ર ગોલમાલ પર કેમ ન ગયું તેને લઈને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં પુરવઠા નિગમના પણ કેટલાક કર્મચારી કે અધિકારી ઓ પોલીસની રડારમાં આવે અને તેમની પણ આકરી પૂછપરછ થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.

Intro:જૂનાગઢમાં મગફળી કાંડ ને લઈને આજે પોલીસને સફળતા મળી છે અને ત્રણ જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા

Body:જુનાગઢ મગફળી કૌભાંડ ને લઈને પોલીસને આજે મોટી સફળતા મળી છે સમગ્ર કૌભાંડમાં સામેલ એવા ત્રણ આરોપીઓને બે લાખ કરતા વધુની મગફળી ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે સમગ્ર મામલાને લઇને પોલીસ હજુ પર તપાસની દિશામાં આગળ વધી રહી છે જેને લઇને આગામી દિવસોમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે

છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા પુરવઠા નિગમના ગોડાઉનમાં ખેડૂતો ની હાજરીમાં મગફળી ની તપાસ કરતા તેમાં અનિયમિતતા થઈ હોવાની પ્રાથમિક વિગતો મળી હતી જેને લઇને પુરવઠા નિગમ દ્વારા પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી સમગ્ર મામલાની ગંભીરતાને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોપવાનો નિર્ણય કર્યો હતો જેમાં પોલીસને સફળતા મળતાં મગફળીમાં ગોલમાલ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હજુ પણ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે જેને લઇને આગામી દિવસોમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે

પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી કૃષિ જણસોના ની લે વેચ ની પેઢી પણ ધરાવે છે જે આ મગફળીની ખરીદી પ્રક્રિયા માં પણ શામેલ હતો તેના દ્વારા પોતાની પેઢીમાં ખેડૂતો દ્વારા વહેંચવામાં આવેલી નબળી મગફળીને સમય અને તક જોઈને સરકાર દ્વારા ખરીદી કરવામાં આવેલી સારી મગફળી ની જગ્યા પર અદલા બદલી કરી અને પુરવઠા નિગમના ગોડાઉનમાં આ હલકી કક્ષાની મગફળી મોકલી આપતો હતો જેને લઇને પોલીસે અંદાજે બે લાખ કરતાં વધુ ના મગફળીના મુદ્દામાલની પણ અટકાયત કરી છે તેમજ સીસીટીવીમાં હજુ પણ કેટલાક શંકાસ્પદ લોકો જોવા મળી રહ્યા છે જેની પણ આગામી દિવસોમાં પૂછપરછ હાથ ધરાશે અને આ પૈકીના કેટલાક લોકોની જો જરૂર પડશે તો અટકાયત કરીને પણ આકરી પૂછપરછ કરવાની તૈયારી જુનાગઢ પોલીસ દર્શાવી રહી છે

સમગ્ર મામલામાં પુરવઠા નિગમના એક પણ કર્મચારી કે અધિકારી ની પોલીસે હજુ સુધી અટકાયત કરી નથી જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે સમગ્ર ખરીદી પ્રક્રિયા જેની જવાબદારી નીચે આવે છે અને ખરીદ કરાયેલી મગફળી પુરવઠા નિગમના ગોડાઉનમાં રાખવામાં આવતી હતી ત્યારે નિગમના અધિકારી કે કર્મચારી નું ધ્યાન સમગ્ર ગોલમાલ પર કેમ ન ગયું તેને લઈને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં પુરવઠા નિગમના પણ કેટલાક કર્મચારી કે અધિકારી ઓ પોલીસની રડારમાં આવે અને તેમની પણ આકરી પૂછપરછ થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી

બાઈટ 1 પ્રદિપસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢ

Conclusion:
Last Updated : Feb 6, 2020, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.