જૂનાગઢ: જિલ્લાના ચોરવાડ નજીક આવેલા વિસણવેલ ગામના બુટલેગરે ટ્રાન્સપોર્ટમાં પરપ્રાંતીય દારૂની ડિલિવરી મંગાવી હતી. બુટલેગરોની નજરને જુનાગઢ પોલીસે પકડી પાડી દોલતપરા નજીક ટ્રાન્સપોર્ટમાં આવેલો અંદાજિત રુપિયા 2,00,000 રૂપિયાના દારૂ સાથે એક આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ટ્રાન્સપોર્ટમાંથી દારૂની ડીલેવરી: પરપ્રાંતિય દારૂના વેપાર સાથે સંકળાયેલા બુટલેગરો હવે દારૂને અવનવા પ્રકારે મંગાવતા થયા છે. જુનાગઢ જિલ્લાના ચોરવાડ નજીક આવેલા વિસણવેલ ગામના બુટલેગર ભરત જોરા દ્વારા ટ્રાન્સપોર્ટમાં પાર્સલના રૂપમાં 39 જેટલી પરપ્રાંતીય દારૂની પેટી જેમાં 1872 જેટલી બોટલ મંગાવી હતી. જેને પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. ટ્રાન્સપોર્ટ મારફતે પરપ્રાંતીય દારૂ પાર્સલના રૂપમાં જુનાગઢ આવી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીને આધારે જુનાગઢ પોલીસે દોલતપરા નજીક આવેલા ટ્રાન્સપોર્ટમાંથી દારૂની ડીલેવરી લેવા માટે આવેલા જીવાવાળા નામના આરોપીને દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે.
આ પણ વાંચો Navsari Crime: એવું ચોરખાનું બનાવ્યું કે, પોલીસ પણ ચોંકી ગઈ 5000થી વધુ બોટલ જપ્ત
થાપ આપવામાં નિષ્ફળ: બુટલેગરો દ્વારા પાછલા કેટલાક સમય પરપ્રાંતિય દારૂને શહેર અને અન્ય વિસ્તારમાં પહોંચતો કરવા માટે અવનવા નુસખા અજમાવવામાં આવે છે. પરંતુ પોલીસની ચકોર નજર અને ચોક્કસ બાતમીને આધારે પરપ્રાંતિય દારૂના વેચાણ સાથે સંકળાયેલા બુટલેગરોના કીમિયાઓ પોલીસ નજર ને થાપ આપવામાં નિષ્ફળ રહે છે. દારૂનો જથ્થો ઝડપાઈ જાય છે. એક વર્ષ પૂર્વે કુરિયરમાં પણ સેનેટાઇઝરના નામ તાળે પરપ્રાંતીય દારૂની બોટલ કુરિયરના રૂપમાં જુનાગઢ પહોંચી હતી. જેને પણ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ત્યારે આજે ટ્રાન્સપોર્ટમાં પાર્સલ રૂપે પર પ્રાંતીય દારૂ જૂનાગઢ સુધી પહોંચી ગયો જેને પણ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
આ પણ વાંચો Siwan Hooch Tragedy: નકલી દારૂ પીવાથી 10નાં મોત, મૃત્યુઆંક વધી શકે
સિંધવે આપી માહિતી: સમગ્ર મામલાને લઈને જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમીને આધારે ટ્રાન્સપોર્ટમાં પાર્સલ ના રૂપમાં આવેલી પરપ્રાંતીય દારૂની 39 પેટીની ડીલેવરી લેવા આવેલા વેરાવળના હેન્ડલર જીવા વાળાની અટકાયત કરી છે. સમગ્ર દારૂ પ્રકરણમાં મુખ્ય આરોપી ભરત જોરા એ પાર્સલમાં ટ્રાન્સપોર્ટ મારફતે દારુ મંગાવ્યો છે. પરંતુ હાલ તે પોલીસ પકડની બહાર જોવા મળે છે. પોલીસે પાર્સલ લેવા આવેલા હેન્ડલરની અટકાયત કરીને ફરાર મુખ્ય આરોપી ભરત જોરાની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.