ETV Bharat / state

ગુજરાતના ગીરમાં સિંહો સુરક્ષિત રીતે જોવા મળે છે - Gir is considered to be the final abode of lions

ગીરમાં જોવા મળતા સિંહ ભારત સિવાય વિદેશના અરેબિયા પર્શિયા જેવા દેશોમાં પણ જોવા મળતા હતા, પરંતુ કાળક્રમે સિંહોના શિકાર અને તેના કુદરતી નિવાસસ્થાનો નષ્ટ થવાને કારણે આજે એક માત્ર ગુજરાત અને ગીરમાં સિંહો સુરક્ષિત (Lions are found safe in Gir) જોવા મળી રહ્યા છે.

ગુજરાતના ગીરમાં સિંહો સુરક્ષિત રીતે જોવા મળે છે

author img

By

Published : Dec 26, 2021, 5:07 PM IST

ગીરમાં નવાબી કાળથી જ સિંહના સંવર્ધન અને સિંહોના શિકાર પર પ્રતિબંધ સહિત આકરી સજા ફટકારવાની શરૂઆત થતા આજે એશિયામાં એક માત્ર ગીરમાં સિંહનું અંતિમ નિવાસ્થાન (Gir is considered to be the final abode of lions) માનવામાં આવી રહ્યું છે.

ગીરમાં સિંહોની સંખ્યા સૌથી સર્વોચ્ચ જોવા મળી

વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર જૂનાગઢના નવાબ હતા. ત્યારબાદ સિંહોની સંતતિને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ સતર્ક બન્યો અને દિવસે ને દિવસે સિંહોની સુરક્ષા અને જંગલ વિસ્તારને નુકસાન જેવી ઘટનાઓ ખુબ જ ઓછી બનતા આજે ગીરમાં સિંહોની સંખ્યા અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ જોવા મળી રહી છે.

ગીરમાં સિંહોની સંખ્યા સતત વધી રહી

વર્ષ 1911માં ગીરમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે અને આજે ઉત્સાહજનક કહી શકાય તે પ્રકારે 674 જેટલા સિંહો ગીરના જંગલમાં વસવાટ કરી રહ્યા છે. સિંહોની સંતતિ સતત વધવા પાછળ જંગલ વિસ્તારના સંરક્ષણને પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે.

સિંહોની સંખ્યામાં વધારાની સાથે જંગલ વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થઈ રહ્યો

વર્ષ ૧૯૯૦થી ગણતરી કરીએ તો તે વર્ષે 300 ચોરસ કિલોમીટરના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા. જેમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં વધારાની સાથે જંગલ વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. વર્ષ 1990માં 300 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા. જ્યાંરે વર્ષ 2020માં 30,000 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 674 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા હતા. આ સફર વર્ષ 1911માં શરૂ થઈ હતી અને 2020માં ખૂબ સારા પરિણામો સાથે વધુ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: World Lion Day 2021: ગુજરાતમાં વર્ષ 1936માં નોંઘાયા હતા 287 સિંહો, હાલમાં કુલ 694 સિંહોનું છે સામ્રાજ્ય

આ પણ વાંચો: ગીરમાં જંગલ સફારી શરૂ થતા સિંહો વ્યાકુળ બન્યા હોવાનો વન્ય જીવ પ્રેમીઓનો દાવો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.