જૂનાગઢ : શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. છેલ્લા દસ દિવસમાં પાંચ જેટલી સિંહણોએ સક્કરબાગમાં સિંહબાળને જન્મ આપતા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓમાં પણ હવે ખૂબ જ પ્રસન્નતા જોવા મળી રહી છે.
એક તરફ કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. તો બીજી તરફ જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળના જન્મને લઈને ખૂબ જ પ્રસન્નતા ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં પાંચ જેટલી સિંહણોએ 21 જેટલા બચ્ચાઓને જન્મ આપ્યો છે. જેમાં ત્રાકુડા વિસ્તારની એક સિંહણે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર જેટલા નર સિંહ બાળને જન્મ આપ્યો છે .
આ પણ વન વિભાગ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે કે 10 દિવસની અંદર 21 જેટલા સિંહબાળનો જન્મ થયો છે.