નાગરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી ગીર અને સાસણ વિસ્તારમાં જંગલની શાન માનવામાં આવતો હતો. નાગરાજનું બીમારીથી મોત થતા વનવિભાગના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. છેલ્લા થોડા સમયથી નાગરાજ બીમાર પડી જતા વનવિભાગના અધિકારી દ્વારા નાગરાજને તબીબી સારવાર આપવામાં આવી હતી. નાગરાજનું મોત થતા સમગ્ર જંગલ અને વન વિભાગમાં શોક છવાયો હતો.
સાસણમાં નાગરાજ સિંહનું થયુ મોત, જંગલમાં છવાયો શોક - gujaratinews
જૂનાગઢ: ગીરની શાન અને જેના પર સમગ્ર સાસણનું આધિપતિ હતું તે નાગરાજ સિંહનુ ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. જેને લઇ સમગ્ર જંગલમાં શોકનો માહોલ છવાયો છે.
સાસણમાં નાગરાજ સિંહનું થયુ મોત
નાગરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી ગીર અને સાસણ વિસ્તારમાં જંગલની શાન માનવામાં આવતો હતો. નાગરાજનું બીમારીથી મોત થતા વનવિભાગના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. છેલ્લા થોડા સમયથી નાગરાજ બીમાર પડી જતા વનવિભાગના અધિકારી દ્વારા નાગરાજને તબીબી સારવાર આપવામાં આવી હતી. નાગરાજનું મોત થતા સમગ્ર જંગલ અને વન વિભાગમાં શોક છવાયો હતો.
ગીરની શાન અને જેના પર સમગ્ર શાસણનુ આધિપતિ હતું તે નાગરાજ સિંહનુ આજે ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું જેને લઇને સમગ્ર જંગલમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો નાગરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી ગીર અને શાસણ વિસ્તારમાં જંગલની શાન માનવામાં આવતો હતો નાગરાજ નો બીમારી સબબ મોત થતા વનવિભાગના કર્મચારીઓ અને નાગરાજની સાથે રહેતા તેના અન્ય શેર પ્રજાતિના પ્રાણીઓ પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા નાગરાજ સિંહને સાસણ નું ઘરેણું માનવામાં આવતું હતું છેલ્લા થોડા સમયથી નાગરાજ બીમાર પડી જતા વનવિભાગના અધિકારી દ્વારા નાગરાજ ને તબીબી સારવાર આપી હતી પરંતુ આજે તબીબી સારવાર નાકામિયાબ નિવડતા આખરે નાગરાજ નું મોત થતા સમગ્ર જંગલ અને વન વિભાગમાં શોક છવાઇ જવા પામ્યો છે