જૂનાગઢ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ (lili parikrama in Junagadh) થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. જેને લઈને આ પરિક્રમા દરમિયાન સમગ્ર દેશમાંથી નાગા સંન્યાસીઓ ભવનાથની ગિરિ તળેટીમાં આવીને અલખને ઓટલે ધૂણો ધખાવતા હોય છે. ત્યારે ઓડિશાથી આવેલા નાગા સન્યાસી પોતાના ધુણામાં ભોજન સિદ્ધ કરીને તેમની (Junagadh Naga hermits) સાથે આવેલા સંન્યાસીઓને ગ્રહણ કરાવી રહ્યા છે. (lili parikrama 2022 date)
લીલી પરિક્રમા માટે નાગા સંન્યાસીઓનું થયું આગમન લીલી પરિક્રમાને લઈને સમગ્ર દેશમાંથી નાગા સંન્યાસીઓનું આગમન ભાવનાથની ગિરિ તળેટીમાં થઈ રહ્યું છે. અહીં નાગા સંન્યાસીઓ દ્વારા ધુણા ધખાવીને ગિરનારી મહારાજની આરાધના કરવામાં આવે છે, ત્યારે ઓરિસ્સાથી આવેલા નાગા સંન્યાસીએ પોતાના ધૂણામાં ભોજન પ્રસાદ સિદ્ધ કરીને તેમની સાથે આવેલા અન્ય સંન્યાસીઓ ને ગ્રહણ કરાવીને પાવનકારી લીલી પરિક્રમાના પ્રારંભિક દિવસોની શરૂઆત કરી છે. પાછલા 20 વર્ષથી ઓરિસ્સાથી નાગા સંન્યાસી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં આવી રહ્યા છે. જે ધુણાંમાં સ્વયં પોતાનો ભોજન પ્રસાદ સિદ્ધ કરીને આરોગી રહ્યા છે. (lili parikrama 2022)
નાગા સન્યાસીઓ બનાવી રહ્યા છે દાલબાટી નાગા સંન્યાસીઓ દ્વારા જે ધુણા ધખાવવામાં આવે છે. તેમાં તેઓ પોતાના ભોજન પ્રસાદને સિદ્ધ કરતા હોય છે. ત્યારે ઓરિસ્સાથી આવેલા નાગા સન્યાસી પોતાના ધુણામાં દાલબાટી સિદ્ધ કરીને (lili parikrama girnar) પરિક્રમાના મેળાના દિવસોની શરૂઆત કરી છે. આ સંન્યાસીઓ અન્નક્ષેત્રો કે આશ્રમ તેમજ અખાડાઓમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે જતા નથી. તેઓ તેમના દ્વારા સચેત કરાયેલા ધુણામાં પોતાનો ભોજન પ્રસાદ સિદ્ધ કરીને પોતે આરોગી રહ્યા છે અને તેમની સાથે રહેલા અન્ય સંન્યાસીઓને પણ તેઓ આ પ્રકારે ભોજન પ્રસાદ બનાવીને પીરસી રહ્યા છે. (lili parikrama route)