જૂનાગઢ: આજે મહાશિવરાત્રીનુ પાવન પર્વ છે. આજે વહેલી સવારથી જ ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીની ઉજવણીને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સર્વપ્રથમ દેવાધિદેવ મહાદેવની સાથે ગણપતિજી અને 33 કોટી દેવતાઓનું આહવાન અને તેનુ પૂજન કરવાની સાથે મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણીની શરૂઆત થશે.
મૃગીકુંડમાં શાહી સ્નાન: મહાશિવરાત્રીના પર્વના દિવસે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી મહાશિવરાત્રીનું મહાપર્વની ઉજવણી શરૂ થશે. જે મધ્ય રાત્રીના 12 કલાક બાદ નાગા સન્યાસીઓના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ વિધિવત રીતે મહાશિવરાત્રીના મહાપર્વની પૂર્ણાહુતિ થશે. વર્ષ દરમિયાન આવતી 12 શિવરાત્રીએ પણ મહાદેવની ચાર પ્રહારની પૂજા કરવામાં આવે તો કોઈ પણ શિવભક્તને ભોળાનાથ મનવાચ્છિત ફળ આપતા હોય છે.
વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન: સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વહેલી સવારે ભવનાથ મહાદેવના પૂજન ની સાથે શિવરાત્રીના ધાર્મિક પર્વની ઉજવણીની શરૂઆત થશે. સમગ્ર દેશમાંથી આવેલા નાગાસન્યાસીઓ અખાડાના મહામંડલેશ્વરો અને સંતોનું પૂજન કરવામાં આવશે આજના દિવસે મહાદેવના લગ્ન થયા હતા. જેથી નાગા સન્યાસીઓના ઉત્સાહમાં પણ ખૂબ વધારો જોવા મળશે ત્યારે ભવનાથની ગીરી તળેટી મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણીને લઈને શિવમય પણ બનતી જોવા મળશે.
આ પણ વાંચો MAHASHIVRATRI 2023: આજે જય ભોલેનાથના નાદથી ગૂંજી ઉઠશે શિવાલયો
દેવાધિદેવ મહાદેવની મહાઆરતી: રાત્રિના સમયે દેવાધિદેવ મહાદેવની મહા આરતી અને રાત્રે ધાર્મિક વિધિ વિધાન સાથે મહાદેવની રવેડી કાઢવામાં આવશે. જે સમગ્ર ભવનાથ પરીક્ષેત્રના વિસ્તારોમાં પરિભ્રમણ કરીને મધ્યરાત્રિના સમયે ભવનાથ મંદિર પરિક્ષેત્રમાં આવેલા પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના પર્વની પૂર્ણાહુતિ કરાશે.
મહાશિવરાત્રી સાથે ઋષિ માતંગીની કથા: સતયુગમાં ઋષિ માતંગીને ખૂબ જ પ્રભાવી ઋષિ તરીકે માનવામાં આવતા હતા. આ દરમિયાન ઋષિ માતંગીના આશ્રમ નજીક કોઈ હિંશક પ્રાણીનું રાજવી દ્વારા હત્યા કરાતા તેમના લોહીના છાંટા આશ્રમ સુધી પહોંચતા માતંગીએ રાજવીને વાનરનું રૂપ ધારણ કરવાનો શ્રાપ આપી દીધો હતો. તેથી તે રાજવી વાનર બની ગયા હતા. ત્યારબાદની કથા મુજબ ઋષિ માતંગી જ્યારે શિવ આરાધનામાં મગ્ન હતા આવા સમયે આશ્રમ આસપાસની નદી અને સરોવરમાં અપ્સરા સ્નાન કરી રહી હતી. જેના પાણીના છાંટા ઋષિ માતંગીના શરીર પર પડતા માતંગી ફરી કોપાઈમાન બન્યા હતા અને અપ્સરાને શ્રાપિત કરીને માદા વાનર બનવાનો શ્રાપ આપી દીધો હતો. ત્યારબાદ રાજા નર અને અપ્સરા માદા વાનર તરીકે ઋષિ માતંગીના આશ્રમમાં સતત જોવા મળતા હતા.