કચ્છ : થોડા દિવસો પહેલા વકીલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના પડઘા હવે જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકામાં પણ જોવા મળી રહ્યા છે. આજે કેશોદમાં વકીલ મહામંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને વકીલોની સુરક્ષા વધુ સુદઢ બને તે માટે માંગ કરી હતી.
આ પણ વાંચો : રાપરના એડવોકેટની હત્યા, દેવજીભાઈ મહેશ્વરીની વતન અબડાસામાં અંતિમવિધી કરાઈ
વકીલો એવી પણ રજૂઆતો કરી રહ્યા હતા કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.તે મુજબ વકીલોની સુરક્ષા વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે જિલ્લા વહીવટી તંત્રની બની રહી છે. વકીલો અવારનવાર રોષનો ભોગ બની રહ્યા છે. જેમાં કેટલાક વકીલોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.વકીલોની સુરક્ષા વધુ મજબુત બને તે માટે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.