જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાના કાજલીયાણા ગામમાં આજે કોળી સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ ખાસ હાજરી આપી હતી, આ સંમેલન કોળી સમાજને વધુ શિક્ષિત બનાવવા અને કુરિવાજોને ત્યજીને સમાજને વધુ આગળ વધારવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું,
સંમેલનમાં હાજર રહેલા કુંવરજી બાવળિયાએ ઉપસ્થિત સૌ કોઈને સમાજને વધુ સક્ષમ અને કાર્યદક્ષ બનાવવા માટે હાકલ કરી હતી, તેમજ આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ 7 બેઠકો પર ભાજપનો વિજય થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ સમાજને શિક્ષિત અને કુરિવાજોથી મુક્ત બનવા હાકલ કરી હતી.