આજે ઉત્તરાયણનો પર્વ છે જેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આજના દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ છે. આજથી સૂર્યનું મકર રાશિમાં પરિભ્રમણ શરૂ થાય છે. માટે આજના દિવસને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગિરનારની તળેટીમાં દામોદર કુંડ નજીક ભગવાન રાધા દામોદરનું મંદિર આવેલું છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પણ મકરસંક્રાંતિને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ત્યારે આજના દિવસે રાધા દામોદર મંદિરે પતંગનો શણગાર કરીને ઉત્સવની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી છે.