જૂનાગઢ: આજે ભાદરમાં સુદ ત્રીજ એટલે કે, સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના કેવડા ત્રીજ તરીકે પૂજવામાં આવે છે. આજના એક દિવસ માટે મહાદેવ પર કેવડાનો અભિષેક થઈ શકે છે. ધાર્મિક પરંપરા મુજબ, આજના દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પર કેવડાનું પુષ્પ અર્પણ કરતા મહાદેવ પ્રસન્ન થયા હતા, ત્યારથી વર્ષમાં એક વખત મહાદેવ પર કેવડાનો અભિષેક થાય છે.
શા માટે મહાદેવને અર્પણ થાય છે કેવડો: ભાદરવા સુદ ત્રીજ એટલે કે, આજે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં કેવડા ત્રીજ નો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવા સુદ ત્રીજના એકમાત્ર દિવસે મહાદેવને કેવડો અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે. જેને લઈને આ ત્રીજ શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શિવપુરાણની રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં કેવડાનું પુષ્પ અને કેવડાનો અભિષેક શિવજી પર માતા પાર્વતીએ ઉગ્ર તપ કર્યા બાદ અર્પણ કર્યો હતો. ત્યાર બાદ દેવાધીદેવ મહાદેવ માતા પાર્વતીને પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું.
કેવડા ત્રીજની પરંપરાઃ બીજી ધાર્મિક પરંપરા મુજબ આજના દિવસે મહાદેવની પૂજા કર્યા બાદ માતા પાર્વતીને મહાદેવે દર્શન આપ્યા હતા. ત્યારે પાર્વતીના પિતા હિમાલય પાર્વતીની કઠોર તપસ્ચર્યા અને શિવના પ્રસન્ન થયા બાદ આપવામાં આવેલા વચનને કારણે આજના દિવસે શિવ અને પાર્વતી ના લગ્ન કરવા માટેની મંજૂરી પાર્વતીના પિતા હિમાલયે આપી હતી. તે સંદર્ભને લઈને પણ કેવડા ત્રીજનો મહત્વ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખુબ મહત્વ જોવા મળે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખ અને શાંતિ માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે. આજના દિવસે કેવડાના ફૂલથી પૂજા થાય છે. નકોરડા ઉપવાસ બાદ મનવાંછિત ફળ મહાદેવ આપતા હોય છે તેવી ધાર્મિક શ્રદ્ધા પણ જોવા મળે છે.
કેવડા ત્રીજની વિધિ: આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી, ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી. આ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ મળે છે.
ધાર્મિક કથા: કેવડા ત્રીજના વ્રત સાથે શિવ પાર્વતીની ધાર્મિક કથા પણ જોડાયેલી છે. દેવ ઋષિ નારાદે માતા પાર્વતીના પિતા હિમાલય પાસે શિવજીની પ્રશંસા કરી, પરંતુ પાર્વતીના લગ્ન માટે વિષ્ણુની પસંદગી કરવામાં આવે તેવી વાત કરી, જેને લઇને માતા પાર્વતી ખૂબ દુઃખી થયા હતા. પાર્વતીએ જંગલમાં જઈને માટીમાંથી મહાદેવનું શિવલિંગ બનાવી તેની પૂજા કરી જંગલમાંથી મળતા પર્ણનો અભિષેક મહાદેવના માટીમાંથી બનાવવામાં આવેલા શિવલિંગ પર કરાયો જેમાં કેવડો અને કેવડાનું ફૂલ પણ સામેલ હતા. ત્યારબાદ મહાદેવ માતા પાર્વતી પર પ્રસન્ન થાય છે અને તેને વરદાન માગવા માટેની આજ્ઞા કરે છે. વરદાનમાં માતા પાર્વતીએ મહાદેવ તેમને પતિ સ્વરૂપે મળે તેવું વરદાન માગ્યુ હતુ વ્રતરાજ ધર્મગ્રંથમાં કેવડા ત્રીજનો ઉલ્લેખ હરિતાલિકા વ્રત તરીકે પણ કરવામાં આવે છે જેનો મતલબ સખીઓ દ્વારા હરણ કરવામાં આવ્યું છે તેઓ માનવામાં આવે છે.
શિવે વચન આપ્યું હતું વચન: મહાદેવની કઠોર તપસ્ચર્યા અને અભિષેક કર્યા બાદ આજના દિવસે મહાદેવ માતા પાર્વતી પર પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું. માતા પાર્વતીએ તેના પિતા હિમાલયને જણાવ્યું હતું કે, હું મનથી શિવને વરી ચૂકી છું અને પતિ તરીકે વિષ્ણુને હું ક્યારેય સ્વીકાર નહીં કરી શકુ, ત્યારે પાર્વતીની કઠોર આરાધના અને શિવ પ્રત્યે પતિ તત્વનો ભાવ વ્યક્ત કરતા હિમાલય પણ આજના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન માટે મંજૂરી આપી હતી. તેવું સનાતન હિંદુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. જો કેવડા ત્રીજના દિવસે કોઇપણ શિવભક્ત મારા પર કેવડો અને તેના પુષ્પનો અભિષેક કરશે, તો આવા શ્રદ્ધાળુઓની તમામ મનોકામના સિદ્ધ થશે તેવું માતા પાર્વતી સાથે મહાદેવ કેવડા ત્રીજના મહત્વને થઈને ઉપદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ