કેશોદ: ડમી વિદ્યાર્થી કાંડ ને લઈને હવે સૌરાષ્ટ્ર એપી સેન્ટર બનતું હોય તે પ્રકારના કિસ્સાઓ સતત જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં એક વિદ્યાર્થીની જગ્યા પર બીજા વિદ્યાર્થીને બેસાડીને પરીક્ષા પાસ કરવાની સાથે સરકારી નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં કેટલાક કૌભાંડકારી વિદ્યાર્થીઓ પોલીસની પકડમાં આવી ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક વખત સૌરાષ્ટ્રના શિક્ષણને ડમી વિદ્યાર્થીઓએ લાછન લગાડવાનો પ્રયાસ કર્યો છે. જેને પરીક્ષા દરમિયાન નિરીક્ષણ કરવા માટે આવેલા નિરીક્ષકે ખુલ્લું પાડીને ચારેય ભુતિયા વિદ્યાર્થીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાર ડમી વિદ્યાર્થીઓ પકડાયા: કેશોદમાં આવેલી પી વી એમ સાયન્સ કોલેજમાં સેકન્ડરી વિભાગની પરીક્ષાઓ ચાલી રહી હતી. આ દરમિયાન ચાર જેટલા વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓની જગ્યાએ પરીક્ષા આપી રહ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઓપનસ સ્કુલિંગ દ્વારા આ પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં 80 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જેમાં આજે સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા ચાલી રહી હતી.
આ પણ વાંચો: Bhavnagar : ડમી કૌભાંડમાં SITની તપાસ, પીએસઆઈ તાલીમ લેતો ડમી અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ઝડપાયો
ચાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી: પરીક્ષા દરમિયાન નિરીક્ષક તરીકે નિમણૂક પામેલા મધુરમ ગુર્જરે ડમી વિદ્યાર્થીઓને લઈને તપાસ કરતા ચાર વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીની જગ્યા પર પરીક્ષા આપતા માલુમ પડતા તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી 6 મે સુધી પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં એક જ કોલેજના બિલ્ડીંગમાં પરીક્ષા કેન્દ્ર ફાળવ્યું છે. જે પણ શંકાના દાયરામાં જોવા મળે છે.
આ પણ વાંચો: Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ, યુવરાજે આપ્યાં જવાબ
સૌરાષ્ટ્રના શિક્ષણ ભુતિયાઓનુ કલંક: ડમી વિદ્યાર્થીઓને લઈને સૌરાષ્ટ્ર પાછલા એક અઠવાડિયાથી બદનામ થઈ રહ્યું છે. ભાવનગરના કિસ્સામાં હજુ પોલીસ તપાસની સાથે ડમી અને અન્ય પ્રકારે વિદ્યાર્થીઓ અને વિધ્યાર્થી નેતાઓની ધરપકડ થઈ રહી છે. તેવા સમયે રાષ્ટ્રીય કહી શકાય તે પ્રકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓપન સ્કૂલની પરીક્ષામાં પણ ભુતિયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પકડાયા છે. જે સૌરાષ્ટ્રના શિક્ષણ વિભાગને કલંક લગાડી રહ્યા છે. સમગ્ર મામલામાં તપાસ શરૂ થઈ છે. જેના મૂળ ક્યાં સુધી લંબાયેલા છે તે તપાસને અંત બહાર આવશે. પરંતુ જે પ્રકારે ભુતિયા વિદ્યાર્થી કાંડને લઈને સૌરાષ્ટ્ર બદનામ થઈ રહ્યું છે. તેને જોતા સૌરાષ્ટ્રની શિક્ષણ પદ્ધતિ પણ હવે સવાલોના દાયરામાં ઊભેલી જોવા મળી રહી છે