જૂનાગઢ આગામી 16મી તારીખ અને શુક્રવારે ધનારક (Dhanarak 2022 ) કમૂરતા બેસી રહ્યા છે. કમૂરતા (Kamurta )ને કારણે આગામી એક માસ સુધી લગ્ન સહિતના( Muhurta of marriage 2022 ) તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો પર બ્રેક લાગતી જોવા મળશે. પરંતુ આ સમય દરમિયાન ઈશ્વર ભક્તિ અને ધાર્મિક કાર્યો કરવાનું શુભ માનવામાં આવ્યું છે. ધનારક કમૂરતાના એક મહિના જેટલા સમય દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને કૃષ્ણની ભક્તિ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે.
આગામી શુક્રવારથી શુભ અને માંગલિક કાર્યો પર લાગશે બ્રેક 16 તારીખ અને શુક્રવારથી કમૂરતા (Kamurta )શરૂ થવા જઈ રહ્યા છે જેને કારણે શુભ અને માંગલિક કાર્યો પર બ્રેક લાગતી જોવા મળશે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે 15 ડિસેમ્બરથી શરૂ થઈને 14 મી જાન્યુઆરી સુધી ધનારક (Dhanarak 2022 ) કમૂરતા બેસતા હોય છે. હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ કમૂરતાના એક મહિના દરમિયાન તમામ પ્રકારના માંગલિક અને શુભ કાર્યો કરવાને લઈને યોગ્ય માનવામાં આવતું નથી. જેથી ધનારક કમૂરતાના સમયમાં શુભ અને માંગલિક કાર્ય કરવા વર્જિત માનવામાં આવે છે. પરંતુ આ એક મહિના દરમિયાન ધાર્મિક કાર્યો કરવાની લઈને સનાતન ધર્મના પંચાગમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે તે મુજબ આગામી એક મહિના સુધી ધાર્મિક કાર્યક્રમની વિશાળ શૃંખલા શરૂ થતી જોવા મળશે.
ધન રાશિમાં સૂર્યના પ્રવેશથી ધનારક કમૂરતાં 16 ડિસેમ્બર શુક્રવારથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ ( Sun in Dhanu Rashi ) કરશે જેથી ધનારક કમૂરતા (Kamurta )શરૂ થશે. આ એક મહિના દરમિયાન લગ્ન ( Muhurta of marriage 2022 )અને વાસ્તુપૂજન જેવા શુભ કાર્ય થઈ શકતા નથી. વધુમાં આ સમય દરમિયાન નવા જન્મેલા બાળકનું નામકરણ અને જનોઈ બદલવાને પણ શુભ માનવામાં આવતું નથી. જેથી આવા તમામ શુભ અને માંગલિક કાર્યો બંધ રાખવાની પરંપરા છે. તો આ એક મહિના દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુની ભક્તિને ખૂબ જ મહત્વપૂર્ણ અને ધાર્મિક દ્રષ્ટિએ સર્વોત્તમ માનવામાં આવી છે. તે મુજબ આ એક મહિના દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ તેમની શક્તિ અને ભક્તિ મુજબ થઈ શકે તેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ.
કમુરતા પૂર્ણ આગામી 14 મી જાન્યુઆરી 2023 ના રાત્રિના સમયે આઠ કલાક અને 40 મિનિટે ધનારક (Dhanarak 2022 ) કમૂરતા પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારબાદ તમામ શુભ અને માંગલિક કાર્યો થવાની શરૂઆત થશે. હિન્દુ ધર્મમાં માંગલિક અને શુભ પ્રસંગોમાં મુહૂર્ત વિશેષ મહત્વ રાખે છે જેથી ધનારક કમૂરતા (Kamurta )માં શુભ અને માંગલિક કાર્યો થઈ શકે તેવા એક પણ મુહૂર્ત નહીં હોવાને કારણે પણ ધનારક કમુરતા દરમિયાન માંગલિક અને શુભ કાર્યો થતા નથી. આ એક મહિના દરમિયાન સૌ લોકોએ દિવસના એક વખત ભોજન ગ્રહણ કરવું જોઈએ તેનાથી ધર્મની સાથે શારીરિક સુખ અને વૈભવ પણ પ્રાપ્ત થતો હોય છે.