માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે છેલ્લા ચાર દિવસથી પંચાયતી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. વડાળા ગામે અનુસુચિત જાતિના 10 દલીત પરિવારો વસવાટ કરે છે, ત્યારે એક પરીવારના લોકો છેલ્લા 20 વર્ષથી એક જમીન ઉપર ખેતી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે.
પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ જમીન તારીખ 16 સપ્ટેમ્બર સુધીમાં ખાલી કરવા માટે આ પરીવારને નોટીસ પાઠવી હતી. પરંતુ 109 પરિવારો શું કરશે ? અને કયાં જાશે ? તેવા અનેક સવાલો થયા હતાં, ત્યારે આજે જમીન ખાલી કરવવાના સમયમાં સૌરાષ્ટ્રભરમાંથી તમામ અનુસુચીત જાતિના દલીત આગેવાનો વડાળા ગામે એકઠા થયા હતાં અને આ જમીન ઉપર વિરોધ કર્યો હતો. જો આગામી દિવસોમા કોઈ પણ જાતની તંત્ર કાર્યવાહી કરશે તો તેના વિરૂદ્ધમાં સમાજે ઉગ્ર ચિમકી ઉચ્ચારી હતી.