જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગાયત્રી પ્લોટ તથા ગાયત્રી ગોપી મંડળ દ્વારા ગાયત્રી મંદિર ખાતે ભગવાન વરુણ દેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ભૂદેવ ભગવતીપ્રસાદ દાદા દ્વારા કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં મહામૃત્યુંજય તેમજ ગાયત્રી મંત્રોના જાપ કરવામાં આવ્યા હતા.
તો આ યજ્ઞની સાથે જ ગાયો અને કૂતરાને લાડુ ખવડાવવામાં આવ્યા હતા. આ પર્જન્ય યજ્ઞમાં ભગવતીપ્રસાદ દાદા દવે, કાંતિભાઈ પાઘડાળ , રમણીક દુધાત્રા, ચંદ્રકાંત ખુહા , આસિફ કાદરી, ઉમેશ ગેડીયા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.