ETV Bharat / state

Holi 2023 : વાલમ બાપાની નનામી કાઢીને મહિલાઓએ પોક મુકીને સમાજને આપ્યો સંદેશો - જૂનાગઢમાં હોળી

હોળીના દિવસે જૂનાગઢની પ્રાચીન પરંપરા મુજબ વાલમ બાપાની નનામી કાઢવાની એક ધાર્મિક વિધિ જોવા મળે છે. વ્યસન અને અનિષ્ટોના પ્રતીક સમાન વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે. જેના થકી લોકોને વ્યસન અને દુર્ગુણોથી દૂર રહેવાનો સંદેશો આપવામાં આવે છે.

Holi 2023 : વાલમ બાપાની નનામી કાઢીને મહિલાઓએ પોક મુકીને સમાજને આપ્યો સંદેશો

author img

By

Published : Mar 7, 2023, 10:14 AM IST

અનિષ્ટો દુર્ગુણો અને આસુરી શક્તિના પ્રતિક રૂપે જૂનાગઢમાં કાઢવામાં આવી વાલમ બાપાની નનામી

જૂનાગઢમાં : હોલિકાના પાવન પર્વે જૂનાગઢમાં વાલમ બાપાની નનામી કાઢવાની વિશેષ ધાર્મિક પરંપરા જોવા મળે છે. તે મુજબ હોળીના દિવસે ભીડભંજન મહાદેવ યુવક મંડળના મહિલા, બાળકો દ્વારા વ્યસન અને અનિષ્ટોના પ્રતીક સમાન વાલમ બાપાની નનામી કાઢવામાં આવી હતી. જેમાં બાળકો અને મહિલાઓએ ભાગ લઈને અનિષ્ટ અને વ્યસનને જીવનમાંથી દૂર રાખવાની પોક મૂકીને સભ્ય સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો. હોળીના દિવસે દર વર્ષે વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે.

પોક મુકીને આપ્યો સંદેશો
પોક મુકીને આપ્યો સંદેશો

આ પણ વાંચો : Holi 2023: ગાંધીનગરના પાલજ ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી, જાણો અંબાલાલે વરસાદની શું આગાહી કરી ?

વાલમ બાપાની નનામી બને છે વિશેષ : આખું વર્ષ યુવાનો અને મહિલાઓ વાલમ બાપાની નનામી કાઢવાને લઈને ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. જેને લઈને પણ વાલમ બાપાની આ નાનામી વિશેષ બની રહે છે. નનામીમાં શ્રીફળની જગ્યા પર દેશી દારૂની પોટલી અને શરીરમાં તમાકુ સહિત અનેક અનિષ્ટોને રાખવામાં આવે છે. આ નનામી શહેરના અનેક વિસ્તારોમાં પરિભ્રમણ કરીને લોકોને વ્યસનો અને દુર્ગુણોથી દૂર રહેવાનો એક સંદેશો પણ આપે છે. નનામીમાં ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓ વિનામૂલ્યે મળે છે. પ્રથમ દ્રષ્ટિએ વાલમ બાપાની નનામી કોઈ અજાણી વ્યક્તિ જુએ તો તેઓ ભરોસો ન કરી શકે કે આ નનામી કોઈ અનિષ્ટોને દૂર કરવા માટે પ્રતિકાત્મક સંદેશા રૂપે કાઢવામાં આવી છે. તેટલી આબેહૂબ જોવા મળે છે.

અનિષ્ટો દુર્ગુણો અને આસુરી શક્તિના પ્રતિક રૂપે નનામી

આ પણ વાંચો : Unseasonal Rain: વરસાદે બગાડી હોળીની મજા, આયોજકો મૂંઝવણમાં

શહેરમાં અનેક મંડળો દ્વારા કરાય છે આયોજન : જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તેવા તમામ સ્થળો અને યુવક મંડળોમાં આ પ્રકારે વાલમ બાપાની નનામી કાઢવાની વિશેષ પરંપરા વર્ષો પૂર્વે શરૂ કરવામાં આવી હતી. જે આજે પણ અકબંધ જોવા મળે છે. લોકો વ્યસનો દુર્ગુણો અને અનિષ્ટો તેમજ આસુરી શક્તિથી દૂર રહે તે માટે આ નનામી કાઢવામાં આવે છે. જેમાં બાળકો અને ખાસ કરીને મહિલાઓ વિશેષ પ્રમાણમાં ભાગ લેતી હોય છે. વ્યસનનો દુર્ગુણો અને અનિષ્ટોથી સમાજ વ્યવસ્થામાં સૌથી વધારે નુકસાન બાળકો અને મહિલાઓને થતું હોય છે. જેથી વાલમ બાપાની નનામીમાં મહિલાઓ અને બાળકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.