ETV Bharat / state

જૂનાગઢના સિનિયર કોર્પોરેટરે જાહેર માર્ગો પર કોરોના અંગે જન જાગૃતિ આવે તેવા સૂત્રો લખ્યા

જૂનાગઢના સિનિયર કોર્પોરેટર સંજય કોરડીયાએ કોરોના સંક્રમણને લઈને લોકોમાં જનજાગૃતિ આવે તે પ્રકારના સૂત્રો જૂનાગઢ શહેરના વિવિધ માર્ગો પર પોતાના ખર્ચે લખાવી રહ્યા છે. આ સૂત્રો લખવા પાછળનો તેમનો એવો તર્ક છે કે, લોકો હવે કોરોના પ્રત્યે વધુ જાગૃત બને તો જ આ વૈશ્વિક મહામારી રોકી શકાશે. તેના માટે હવે લોકોને જનજાગૃતિ માટે માર્ગો પર સૂત્રો લખીને લોકોને સતત કોરોના પ્રત્યે માહિતગાર કરવાનો એકમાત્ર ઉપાય કોર્પોરેટરે શરૂ કર્યો છે.

જાહેર માર્ગો પર કોરોના અંગે જન જાગૃતિના સૂત્રો

author img

By

Published : Apr 19, 2021, 2:07 PM IST

  • જૂનાગઢમાં પ્રત્યેક દિવસે 100 કરતાં વધુ કોરોનાના કેસ આવે
  • સિનિયર કોર્પોરેટરે કોરોના અંગે જનજાગૃતિ માટે અભિયાન શરૂ કર્યું
  • શહેરના માર્ગો પર જનજાગૃતિ આવે તે પ્રકારના સૂત્રો લખ્યા

જૂનાગઢ : શહેરમાં પાછલા દસ દિવસથી કોરોના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. પ્રત્યેક દિવસે 100 કરતાં વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સામે આવી રહ્યા છે. લોકો સતેજ અને જાગૃત બને તે માટેના પ્રયાસો જૂનાગઢના સિનિયર કોર્પોરેટરે શરૂ કર્યા છે.

જાહેર માર્ગો પર કોરોના અંગે જન જાગૃતિના સૂત્રો લખાવ્યા

આ પણ વાંચો : જામનગર: કડિયાવાડમાં કોરોના અંગે જાગૃતિ માટે પૂતળા લગાવવામાં આવ્યાં

કોરોના સંક્રમણ સામે લોકોમાં જનજાગૃતિ આવે તે પ્રકારના સૂત્રો લખાયા

સંજય કોરડીયાએ પોતાના સ્વખર્ચે જૂનાગઢ શહેરના માર્ગો પર કોરોના સંક્રમણ સામે લોકોમાં જનજાગૃતિ આવે તે પ્રકારના સૂત્રો લખીને લોકોને કોરોના સંક્રમણ સામે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ હવે લોકોની સાવચેતી અને જનજાગૃતિ થકી જ વધુ પ્રસરતું અટકી શકે છે. જેના કારણે સિનિયર કોર્પોરેટરે આ પ્રકારના સૂત્રોનો સહારો લઇને લોકોને જાગૃત કરી રહ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં કોરોના અંગે જાગૃતિ લાવવા વિજય રથનો પ્રારંભ

કોરોના સામે માસ્ક એકમાત્ર અંતિમ ઉપાય

કોરોના સામે હવે માસ્ક એકમાત્ર અંતિમ ઉપાય છે. જેને ધ્યાને રાખીને લોકો હવે માસ્કને લઈને વધુ સતેજ અને સતર્ક બને તે માટે ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક અવશ્ય પહેરવું, સામાજિક અંતર રાખવું, અનિવાર્ય કામો સિવાય ઘરની બહાર ન નીકળવું આવા માર્ગદર્શન અને જનજાગૃતિ આપતા સૂત્રો જૂનાગઢ શહેરના માર્ગો પર લખાવ્યા છે. સંજય કોરડીયા એવું માની રહ્યા છે કે, આ પ્રકારના સૂત્રોથી જો પાંચ ટકા લોકોને પણ આપણે ઘરની બહાર નીકળતા અટકાવી શકીશું તો કોરોના સંક્રમણની ચેન તોડવામાં આ નિર્ણય ખૂબ મહત્વનો સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.