ETV Bharat / state

Junagadh News: રખડતા ઢોરના ત્રાસમાંથી જૂનાગઢ વાસીઓને મળી શકે છે મુક્તિ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 4:08 PM IST

રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ઢોરના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે પણ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક સમાન પોલીસી જાહેર કરી છે. જેને લઈને આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. સરકાર દ્વારા જાહેર કરેલી પોલીસી કોર્પોરેશનમાં કાયદો બનતા જ લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ પણ થઈ શકે છે.

રખડતા ઢોરના ત્રાસમાંથી જૂનાગઢ વાસીઓને મળી શકે છે મુક્તિ

જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના જાહેર માર્ગો પરથી રખડતા ઢોર દૂર થઈ શકે છે. તેવા ઉજળા સંજોગોનું નિર્માણ આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે. રખડતા ઢોરના સતત વધી રહેલા ત્રાસને કારણે અનેક લોકોએ તેમનો જીવ ગુમાવ્યા સુધીની અનેક ઘટનાઓ સામે આવી છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા માટે એક સમાન નીતિ નિર્ધારણ કરીને રખડતા ઢોરને માર્ગ પરથી દૂર કરવા ને લઈને કોર્પોરેશનને આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સરકારે સૂચવેલા આદેશને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં તેને મંજૂર કરીને આગામી સાધારણ સભામાં અંતિમ વિચારણા અને તેને કાયદો બને તે માટે મોકલી આપ્યો છે.

રખડતા ઢોરના ત્રાસ માંથી જુનાગઢ વાસીઓને મળી શકે છે મુક્તિ

"સરકારે જે પોલીસી બનાવી છે. તેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાધારણ સભા મળવા જઈ રહી છે. જેમાં રાજ્ય સરકારની પોલીસીને મંજૂર કરીને તેને કાયદો બનાવવામાં આવશે. ત્યારબાદ જૂનાગઢના તમામ માર્ગો પરથી કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને તબક્કાવાર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. થોડા જ સમયની અંદર જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના માર્ગો પરથી રખડતા ઢોરનો ત્રાસ દૂર થશે"-- હરેશ પરસાણા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

જૂનાગઢ મનપા કરશે કાર્યવાહી: જૂનાગઢ મનપાની આગામી સાધારણ સભામાં રાજ્ય સરકારે જે નીતિ નિર્ધારણ સાથેના સુધારા વ્યવસ્થાને મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં રખડતા ઢોરના ત્રાસ ને દૂર કરવા માટે કામ થતું જોવા મળશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે બે ઢોર વાડા કાર્યરત છે. તેની ક્ષમતાને કારણે હવે તેમાં એક પણ વધારાના પશુને રાખી શકાય તેવી વ્યવસ્થા નથી. આગામી સાધારણ સભામાં રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ મળે તે માટેનો નવો કાયદો અમલમાં આવતાની સાથે જ કોર્પોરેશન દ્વારા જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં નવા ઢોરવાડા બનાવવાની લઈને પણ ગંભીરતાપૂર્વક વિચારવામાં આવી રહ્યું છે.

  1. Junagadh News : આધુનિક જમાનાના દરેક પ્રકારના કાપડને મજબૂત ટક્કર આપી રહી છે P1 ખાદી
  2. World lion Day 2023: સાસણ ગીરમાં સિંહોનું કરાઈ રહ્યું છે સઘન સંરક્ષણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.