જૂનાગઢ પોલીસ રેન્જના પોલીસ મહા નિરીક્ષક તરીકે નવનિયુક્ત આવેલા મનીંદરસિંહ પવાર સાહેબનો પ્રથમ વખત ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે લોકદરબાર યોજવામાં આવેલ હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના રાજકીય , સામાજિક અને શૈક્ષણિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં નવા સિમાંકન પ્રમાણે હાલ નગરપાલિકાનો વિસ્તાર વધેલ હોવાથી શહેરના મુખ્ય 80 ફૂટ રોડ પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવે, તેમજ જૈન ધરમના સાધુ સંતો વિહારમાં જતા હોય ત્યારે પોલીસ સુરક્ષા આપવામાં આવે તેમજ રેયોન કંપની મોટુ પ્રદુષણ ફેલાવી રહી છે. તે બાબતે રજૂઆત કરાઇ હતી. ંઆ સહીતની રજૂઆતો આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતી. જેના જવાબમાં ડીઆઇજી મનીંદરસિંહ પવાર દ્વારા આ તમામ બાબતોની સમીક્ષા બેઠક બોલાવાશે. તેમજ વહેલી તકે તમામ પ્રશ્રોનું નિવારણ આવશે .