ETV Bharat / state

Postal Cover Collector : જૂનાગઢના પોસ્ટલ કવર સંગ્રહકાર ડો. યુસુફખાન તુર્ક, જુઓ પોસ્ટલ કવરનો ખજાનો

આજે 9 ઓક્ટોબરના રોજ વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના ડો. યુસુફખાન તુર્કને યાદ કરવા જરૂરી છે. જૂનાગઢના આ પોસ્ટ સેવા પ્રેમીને પોસ્ટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા કવર સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. તેમનો આ શોખ આજે પોસ્ટ સેવાને લગતો ભવ્ય ખજાનો અને ભારતના ભવ્યતમ પોસ્ટના ઇતિહાસને પ્રદર્શિત કરી રહ્યો છે.

Postal Cover Collector
Postal Cover Collector
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 10:45 PM IST

જૂનાગઢના પોસ્ટલ કવર સંગ્રહકાર ડો. યુસુફખાન તુર્ક

જૂનાગઢ : આજે વિશ્વ પોસ્ટ દિવસ છે. ત્યારે જૂનાગઢના ડોક્ટર યુસુફખાન તુર્ક અનોખા સંગ્રહને લઈને ચર્ચામાં જોવા મળે છે. વર્ષ 1852 થી આજદિન સુધી પોસ્ટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા કવર ડોક્ટર યુસુફખાન તુર્ક પાસે આજે એક ખજાના તરીકે સંગ્રહિત થયેલા જોવા મળે છે. આ ઉપરાંત પોસ્ટલ વિભાગ સાથે જોડાયેલી વિવિધ સેવાઓનો અમૂલ્ય સંગ્રહ છે. જાણો ડોક્ટર યુસુફખાન તુર્કના અનોખા શોખ વિશે ETV BHARAT ના ખાસ અહેવાલમાં...

વિશ્વ પોસ્ટ દિવસ : 9 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1874 માં સ્વીઝરલેન્ડની રાજધાનીમાં યુનાઇટેડ પોસ્ટ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં 22 દેશો સામેલ થયા હતા. ત્યારબાદ આજે 150 દેશોના વટવૃક્ષ સાથે યુનાઈટેડ પોસ્ટ યુનિયન કામ કરી રહ્યું છે.

ભારતનો પોસ્ટ સેવાનો વારસો
ભારતનો પોસ્ટ સેવાનો વારસો

ભારતનો પોસ્ટ સેવાનો વારસો : આજે પણ હિમાચલ માં 4400 કરતાં પણ વધુ મીટરની ઊંચાઈએ આવેલી વિશ્વની એકમાત્ર હેરિટેજ પોસ્ટ ઓફિસ આપણા દેશમાં છે. એર મેઈલની શરૂઆત પણ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ભારતમાં થઈ હતી. જેની શરૂઆત ફ્રાન્સના એક પાયલોટે કરી હતી. આજે પણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પોસ્ટ ઓફિસ ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. ત્યારે પોસ્ટ સેવાનો આટલો સમૃદ્ધ વારસો ધરાવતું ભારત આજે પોસ્ટની દુનિયામાં સમગ્ર વિશ્વમાં ચમકી રહ્યું છે.

તહેવારોના સમયમાં જે કવર પર ડિઝાઇન કરવામાં આવતી હતી તે ખૂબ જ આકર્ષિત કરતી હતી. ત્યારે આ પ્રકારની ડિઝાઇન સાથેના કવર સંગ્રહિત કરવાની એક ઈચ્છા ઊભી થઈ હતી. આજે વર્ષો પછી ઈચ્છા એક સંગ્રહ કરેલા ખજાનામાં પરિવર્તિત થઈ ચૂકી છે. -- ડો. યુસુફખાન તુર્ક (પોસ્ટલ કવર સંગ્રહકાર)

ડો. યુસુફનો અનોખો શોખ : જૂનાગઢના યુસુફખાન તુર્ક પોસ્ટ સેવાને લગતી પ્રકાશિત થયેલ ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવાના ભારે શોખીન છે. તહેવારોના સમયમાં કવર અને અન્ય પોસ્ટને લગતી સામગ્રી પર જે ડિઝાઇન કરવામાં આવતી હતી તેનાથી ખૂબ જ આકર્ષિત થઈને ડોક્ટર યુસુફખાન તુર્કે તેમની યુવાનીના સમયમાં કવર એકત્રિત કરવાની શરૂઆત કરી હતી. આ શોખ આજે પોસ્ટ સેવાને લગતો ભવ્ય ખજાનો અને ભારતના ભવ્યતમ પોસ્ટના ઇતિહાસને પણ પ્રદર્શિત કરી રહ્યો છે.

પોસ્ટલ કવર સંગ્રહકાર ડો. યુસુફખાન
પોસ્ટલ કવર સંગ્રહકાર ડો. યુસુફખાન

પોસ્ટલ કવરનો ખજાનો : જૂનાગઢમાં રહેતા ડોક્ટર યુસુફખાન તુર્કે પોસ્ટ સેવા સાથે જોડાયેલી વસ્તુઓ સંગ્રહ કરવાના શોખને લઈને ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તહેવારોના સમયમાં જે કવર પર ડિઝાઇન કરવામાં આવતી હતી તે ખૂબ જ આકર્ષિત કરતી હતી. ત્યારે આ પ્રકારની ડિઝાઇન સાથેના કવર સંગ્રહિત કરવાની એક ઈચ્છા ઊભી થઈ હતી. આજે વર્ષો પછી ઈચ્છા એક સંગ્રહ કરેલા ખજાનામાં પરિવર્તિત થઈ ચૂકી છે. 1852 થી લઈને આજ દિન સુધીના પોસ્ટ વિભાગ દ્વારા પ્રકાશિત કરેલા તમામ કવર અને સાહિત્ય તેમની પાસે છે.

પોસ્ટલ કવરનો ખજાનો
પોસ્ટલ કવરનો ખજાનો

ભારતીય પોસ્ટ સેવાનો વારસો : ડો. યુસુફના શોખમાં શરૂઆતના દિવસોમાં તેમનો પરિવાર પોસ્ટના ભવ્ય વારસાને કાગળ સમજીને તેમને મજાકમાં લેતો હતો. પરંતુ આજે આ કાગળ ભારતના પોસ્ટ ઇતિહાસનો ભવ્યતમ વારસો છે. તેને લઈને હવે પરિવારના તમામ સદસ્યો સંગ્રહિત થયેલા પોસ્ટના વારસાને વધુ આગળ વધારવા માટે પ્રેરણા બળ પૂરું પાડે છે. પોસ્ટ સેવાને લગતી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આજે યુસુફખાન તુર્કનો પરિવાર પણ તેને મદદરૂપ બની રહ્યો છે. ડો. યુસુફખાનને પોસ્ટને લગતી સામગ્રી સંગ્રહિત કરવાને લઈને પણ અનેક પારિતોષિક અને સન્માન પણ મળ્યા છે.

  1. રાજા રજવાડાં અને અંગ્રેજોના જમાનાના સિક્કા નોટો જોવા હોય તો અહીં જોઈ શકાશે
  2. અરવલ્લીના શોખીન સંગ્રહકાર પાસે છે એક ઇંચના કુરાન શરીફ અને બે ઇંચની ગીતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.