ETV Bharat / state

આજીવન કેદના ફરાર કેદી જૂનાગઢ પોલીસે પકડ્યો, પાંચ વર્ષથી છુપાતો ફરતો

જૂનાગઢ પોલીસને(Junagadh Police) મોટી સફળતા મળી છે. 43 ગુન્હામાં આજીવન કેદની સજા પામેલો(Junagadh police caught thief of Bhuj) પાકા કામનો કેદી ભુજ જેલથી ફરાર થઇ ગયો હતો. જેને જૂનાગઢ પોલીસે પક્ડી પાડ્યો છે. જૂનાગઢ પોલીસે હથિયાર સાથે આ ચોરને પકડી પાડ્યો છે.

ભૂજનો આજીવન કેદનો ફરાર કેદી જૂનાગઢ પોલીસે દબોચી લીધો

author img

By

Published : Dec 29, 2022, 5:32 PM IST

જૂનાગઢ પોલીસને (Junagadh Police) મોટી સફળતા મળી છે. ગુજરાત સહિત રાજસ્થાનના મળીને કુલ 43 ગુન્હામાં આજીવન કેદની સજા (lifetime imprisonment Accused)પામેલો અને ભુજની જેલમાં (District Jail Bhul) બંધ રહેલો પાકા કામનો કેદી કારા કરમટા પાંચ વર્ષ પૂર્વે ભુજ જેલમાંથી પેરોલ મેળવીને ફરાર થયો હતો. જેને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. પલાસવા નજીકથી કારા કરમટાને જૂનાગઢ પોલીસે હથિયાર સાથે પકડી પાડીને પાંચ વર્ષથી ફરાર પાકા કામના કેદીને ફરી પોલીસ પકડમાં લીધો છે.

મોટી સફળતા જુનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. પાંચ વર્ષ પૂર્વે ભુજ ની જેલ માંથી પેરોલ મેળવીને ફરાર થયેલો આજીવન કેદનો પાકા કામના કેદી કારા કરમટા જૂનાગઢના પલાસવા ગામ(Palaswa village of Junagadh) નજીકથી પોલીસના હાથે ફરી એક વખત ઝડપાઈ ગયો છે. પાછલા પાંચ વર્ષથી ફરાર પાકા કામનો કેદી કારા કરમટા જુનાગઢ વિસ્તારમાં હોવાની પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસે જૂનાગઢના પલાસવા નજીક તપાસ કરતા કારા કરમટા હથિયાર સાથે જોવા મળતા તાલુકા પોલીસે તેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2017માં ભુજની જેલમાં બંધ કારા કરમટા પેરોલ લઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. જે આજે ફરી એક વખત પોલીસ પકડમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો છોકરીઓ સામે ઈશાર કરનારા સામે પોલીસે આંખ લાલ કરી, છેડતી કેસમાં 3 ઝડપાયા

ક્રાઈમ કુંડળી મૂળ જૂનાગઢના ગાંધીગ્રામનો વતની અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને રાજસ્થાનમાં એક ગુનો આચરીને અપરાધ કરનાર કારા કરમટાને આજથી પાંચ વર્ષ પૂર્વે કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારીને તેને ભુજની જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આજીવન કેદની સજા પામતા પૂર્વે આરોપી કારા કરમટાએ જૂનાગઢ જિલ્લામાં 23 પોરબંદર જિલ્લામાં 05 રાજકોટ જિલ્લામાં 04 મોરબી જિલ્લામાં 01 જામનગર જિલ્લામાં 03 દ્વારકા જિલ્લામાં 02 અમરેલી જિલ્લામાં 01 કચ્છ સુરત અને રાજસ્થાનમાં એક એક ગુન્હાનું કૃત્ય આચરવા બદલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ તે વર્ષ 2017 માં ભુજ જેલમાંથી પેરોલ લઇને ફરાર થઇ ગયો હતો. જે આજે જુનાગઢ તાલુકા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.