ETV Bharat / state

9 લાખથી વધુના તમાકુની ચોરી કરતા 5 શખ્સોને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા

author img

By

Published : Mar 22, 2021, 10:29 PM IST

જૂનાગઢ સરગવાડા રોડ પર ગત શનિવારના દિવસે તમાકુના એક ગોડાઉનમાંથી તમાકુ સિગારેટ અને તમાકુની વિવિધ બનાવટો અને અંદાજિત નવ લાખ કરતા વધુના માલની ચોરી થઇ હતી. જેની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, આટલી મોટી માત્રામાં તમાકુની ચોરી કરીને પલાયન થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા ટોલનાકા અને CCTV કેમેરાની મદદથી તમાકુની ચોરી કરીને ફરાર થઈ ગયેલા પાંચ આરોપીને બરોડા નજીકથી ઝડપી લઇને તમાકુની ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ
  • જૂનાગઢ પોલીસે શનિવારના રોજ થયેલી 9 લાખના તમાકુની બનાવટોની ચોરીનો ભેદ ઉકેલ્યો
  • જૂનાગઢ પોલીસે વડોદરા નજીકથી પાંચ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા
  • પકડાયેલા પાંચ આરોપી પૈકી એક સુરતનો, એક રાજસ્થાન અને એક યુપી અને બે મધ્યપ્રદેશ

જૂનાગઢ : ગત શનિવાર અને 20 તારીખના વહેલી સવારે જૂનાગઢ સરગવાળા રોડ પર આવેલા તમાકુના એક ગોડાઉનમાં 9 લાખ કરતા વધુના તમાકુ સિગારેટ અને તમાકુની બનાવટોની ચોરી થઇ હતી. જેની જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં તમાકુ, સિગારેટ અને તેની બનાવટોની ચોરીનો કિસ્સો પોલીસ મથકે નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આરોપી સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી હતી. નવ લાખ કરતા વધુના તમાકુને તેની બનાવટની ચોરી કરીને આરોપીઓ કોઈ મોટા વાહનમાં નીકળ્યા હશે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા ટોલનાકાના CCTVની તપાસ પણ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ વડોદરા તરફ ચોરીનો માલ લઈને જતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં વડોદરા પોલીસની મદદથી આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

જૂનાગઢ પોલીસ
9 લાખથી વધુના તમાકુની ચોરી કરતા 5 શખ્સોને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા

આ પણ વાંચો - વેરાવળમાં બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્યું, રૂપિયા 2.60 લાખની ચોરી

પકડાયેલા પાંચ આરોપીઓ

  • ધર્મેશ સીરિયા - સુરત, મુખ્ય આરોપી
  • મહાવીરસિંહ રાઠોડ - રાજસ્થાન
  • રામુ નિષાદ - ઉત્તર પ્રદેશ
  • અજય મિશ્રા - મધ્ય પ્રદેશ
  • જગદીશ ચૌધરી - મધ્ય પ્રદેશ

આરોપીઓ પાસેથી ચોરી કરેલો તમાકુનો મોટાભાગનો મુદ્દામાલ પકડાયો

આ પાંચેય આરોપીએ જૂનાગઢમાં આવેલા તમાકુના ગોડાઉનમાં તમાકુની ધાડ પાડી હતી, જેમાં તમાકુના 17 બાચકા પાન મસાલાના 500 પેકેટ સિગારેટના 60 પેકેટ મળીને 3000 રોકડ સાથે કુલ નવ લાખ કરતા વધુના તમાકુની ચોરી કરીને પલાયન થયા હતા, જેને પોલીસે ઝડપી લીધા હતા. તમામ તમાકુનો ચોરેલો મુદ્દામાલ મહારાષ્ટ્ર પાર્સિંગના ટેમ્પો નંબર - MH 43 BP 1472 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તમાકુનો મુદ્દામાલ અને આરોપીઓ સુધી પહોંચવા માટે જૂનાગઢ પોલીસની સાથે વડોદરા પોલીસે પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને આરોપી અન્ય જિલ્લા કે, રાજ્ય બહાર જતા રહે તે પહેલાં પોલીસને હાથે ઝડપાઇ ગયા હતા.

આ પણ વાંચો - કડીમાં નિવૃત આર્મીમેનની ગાડીના કાચ તોડી તસ્કરોએ બેગની ચોરી કરી

ગુજરાત બહારના રાજ્યોમાં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે તમાકુની કાળી બજાર કરવાનો ઇરાદો ધરાવતા હતા આરોપીઓ

હાલ કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે, કેટલાંક રાજ્યોમાં લોકડાઉન લાદવા સુધીની ફરજ સરકારને પડી રહી છે, આવી પરિસ્થિતિમાં તમાકુનો વેપાર ખુબ મોટું આર્થિક કમાણી કરવાનું સાધન હોઈ શકે તેને ધ્યાનમાં રાખીને આ તમામ 5 આરોપીઓએ તમાકુના ગોડાઉનમાં ધાડ પાડવાનું નક્કી કરીને સફળતા ચોરી કરેલો તમામ તમાકુનો જથ્થો જે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યાં જઈને તેની કાળી બજાર કરવાના ઇરાદા સાથે આટલી મોટી માત્રામાં તમાકુ સિગારેટ અને તમાકુની બનાવટની ચોરી કરીને પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા, પરંતુ જે ઇરાદા સાથે આરોપીઓ તમાકુની ચોરી કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેનો તમાકુ વેચાણનો ઈરાદો પૂર્ણ થાય તે પહેલાં વડોદરા અને જૂનાગઢ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

આ પણ વાંચો - જૂનાગઢના વણજારી ચોક વિસ્તારમાં આવેલા રાજ ભવન એપાર્ટમેન્ટમાં ચોરી

લોકડઉનમાં તમાકુના વેપારથી લાખોની કમાણીની લાલચને કારણે થઈ મોટી ચોરી

ગત વર્ષે લોકડાઉન દરમિયાન તમાકુના વેપારમાં લાખોની કમાણી થઇ હતી. જેને ધ્યાને રાખીને આરોપીઓએ ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગત લોક દરમિયાન તમાકુના એક ડબ્બા ની કિંમત સામાન્ય દિવસોમાં 225 રૂપિયા જેટલી જોવા મળતી હોય છે ત્યારે આ તમાકુના ડબ્બા ની કિંમત lockdown દરમિયાન ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધીની થવા જઈ હતી તેમજ એક સિગારેટ ની કિંમત 50 રૂપિયા જેટલી જોવા મળી હતી ત્યારે ફરી કેટલાક રાજ્યોમાં lockdown ની સ્થિતિ પ્રવર્તી રહી છે જેને ધ્યાને રાખીને આ પાચેય આરોપીઓએ લાખોની કમાણી કરવા તમાકુ ની ચોરી કરી હોવાની પ્રાથમિક વિગતો જુનાગઢ પોલીસને મળી રહી છે પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે.

આ પણ વાંચો - સુરેન્દ્રનગર પોલીસ દ્વારા બાઈક ચોરી કરનારા શખ્સોનો પર્દાફાશ

તમાકુ ની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી

તમામ આરોપીઓ તમાકુ ની ચોરી કરવાની ફિરાકમાં એક શહેરથી બીજા શહેરમાં આવી રહ્યા હતા તમાકુ ની ચોરી કરવા માટે અને ખાસ કરીને તેઓ ગુગલ મેપ નો ઉપયોગ કરતા હોવાની વિગતો પણ જુનાગઢ પોલીસને મળી છે ગૂગલ મેપ દ્વારા સર્ચ કરીને જે વિસ્તારમાં તમાકુ નું મોટું ગોડાઉન હોય તેને શોધી કાઢીને ત્યાં રેકી કરી ચોરી કઈ રીતે થઈ શકે તેમજ ક્યાં સમય દરમિયાન અહીંથી તમાકુ ની નિકાસ થઇ રહી છે તે તમામ વિગતો પ્રાપ્ત કરીને તમાકુ ની ચોરી સાથે સંકળાયેલા આ પાંચેય આરોપીઓ તમાકુની ચોરીને અંજામ આપતા હતા પોલીસ પકડવામાં આવેલા આરોપીઓ જૂનાગઢ અને સુરત સહિત મોરબીમાંથી પણ તમાકુ ની ચોરી કરી હોવાની વિગતો જુનાગઢ પોલીસને મળી છે પોલીસે તમામ પાસે આરોપીની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

જાણો સમગ્ર ઘટના - જૂનાગઢમાં ગોડાઉનમાંથી તમાકુ અને સિગરેટના જથ્થાની ચોરી

જૂનાગઢ: સરગવાળા માર્ગ પર આવેલા તમાકુના એક ગોડાઉનમાં 9 લાખ કરતા વધુનાં તમાકુ, સિગારેટ, બીડી સહિત તમાકુની વિવિધ બનાવટોની સાથે 3 હજાર રોકડા મળીને કુલ 9 લાખ કરતા વધુના મુદ્દામાલની ચોરી થવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં ચોરી કરનારા તમામ શખ્સો દેખાઈ રહ્યા છે. જેના આધારે જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.

તમાકુની મોટા પ્રમાણમાં ચોરી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો

જૂનાગઢમાં મોટી માત્રામાં તમાકુની ચોરી થઇ હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. હાલ કોરોના સંક્રમણને કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે ચોરી કરવા આવેલા આ શખ્સોનો ઈરાદો લોકડાઉન દરમિયાન તમાકુની કાળાબજારી કરવાનો હોવાનું પણ નકારી શકાય તેમ નથી. સમગ્ર ચોરીની ઘટના સામે આવતા જૂનાગઢ પોલીસે જાહેર માર્ગો પર લગાવેલા CCTV કેમેરાની મદદથી પણ આરોપીઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે અને આગામી દિવસોમાં જૂનાગઢ પોલીસ તમાકુ ચોરીનો ભેદ ઉકેલે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.