- જૂનાગઢ શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- સોની વેપારીને હનીટ્રેપમાં ફસાતા બચાવતી જૂનાગઢ પોલીસ
- હનીટ્રેપનો કારસો રચનાર 2 ટપોરીને ઝડપી પાડતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢઃ પોલીસે સોની વેપારીને સમલૈંગિક સંબંધો બનાવીને હનીટ્રેપના મામલાના આરોપસર 2 ટપોરીઓની પોલીસે ધરપકડ કરી છે. પાછલા એક અઠવાડિયાથી બંને ટપોરીઓ વયોવૃદ્ધ સોની વેપારીને હનીટ્રેપમાં ફસાવવા માટે ટેલિફોનિક સંપર્ક કરતા હતા, ત્યારે સમગ્ર મામલાને લઈને સોની વેપારીના પરિવાર દ્વારા જૂનાગઢ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે જૂનાગઢના 2 ટપોરીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ શહેરમાં ચોંકાવનારો કિસ્સો
જૂનાગઢ શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના એક વયોવૃદ્ધ સોની વેપારીને સમલૈંગિક સંબંધો બનાવીને હનીટ્રેપના મામલામાં ફસાવવાનો કારસો રચનારા 2 ટપોરીની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. પાછલા એક અઠવાડિયાથી આ બંને ટપોરી સોની વયોવૃદ્ધ વેપારીને સમલૈંગિક સંબંધો બનાવીને હનીટ્રેપ કરવાના ઇરાદા સાથે તેમની પાસેથી રોકડ અને ચાંદીની ચેન તેમજ મોબાઇલ સહિત કેટલીક વસ્તુની લૂંટ કરીને ફરાર થયો હતો, ત્યારબાદ આ બંને ટપોરીઓએ તેમને હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપીને વધુ 50 હજાર રોકડની માગ કરી હતી. જેને ધ્યાન રાખીને સોની વેપારીના પરિવારે જૂનાગઢ પોલીસની મદદ માંગતા પોલીસે સોહીલ જમાલ અને સરફરાઝ બુખારી નામના 2 ટપોરીની આજે ધરપકડ કરી છે.
આરોપી અન્ય ગુનામાં સામેલ થતાં પોલીસે કરી ધરપકડ
બંને ટપોરીનો ભોગ બનેલા સોની પરિવારે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા પોલીસે સોની વેપારીના પરિવારને સમજાવટથી પરત ઘરે મોકલ્યા હતા અને જણાવ્યું હતું કે, આવી કોઈ પણ બાબતમાં હવે પછી ક્યારેય નહીં પડવાની વાતને લઈને ખૂબ જ ગંભીરતાથી વર્તન કરવાની સીખ પોલીસે સોની વેપારી અને તેના પરિવારને આપી હતી પરંતુ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશન મારફતે તપાસ કરતા સોહીલ અને સરફરાજ બંને અન્ય ગુનામાં પણ પોલીસ ચોપડે ચાળી ચૂક્યા હોય જેને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસ સમગ્ર મામલામાં જાત ફરિયાદી બનીને બંને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.