- પોલીસને દાતાર પર્વત પરથી ગુમ થયેલા યુવકને શોધી કાઢવામાં સફળતા
- યુવાન જંગલ વિસ્તારમાં માર્ગ ભૂલી જવાને કારણે વિખૂટો પડ્યો હતો
- 20 કલાકની જહેમત બાદ યુવાને દાતાર જંગલમાંથી શોધી કઢાયો
જૂનાગઢ : પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે દાતાર પર્વત પરથી ગુમ થયેલા યુવકને શોધી કાઢવામાં સફળતા મળી હતી. જૂનાગઢના ખામધ્રોળ રોડ પર આવેલા શ્યામ પાર્કમાં રહેતા જમન બાંભરોલીયાનો યુવાન પુત્ર તેમના મામા અને માસીના પરિવાર સાથે દાતાર પર્વત પર ગયો હતો. આ દરમિયાન 18 વર્ષનો માનસિક નબળો યુવક અભી પરિવાર સભ્યોથી વિખુટો પડી જતા તે જંગલ વિસ્તારમાં ગુમ થયો હતો. બામરોલીયા પરિવારની પોલીસ ફરિયાદને આધારે પોલીસે ગુમ થયેલા અભીને 20 કલાકની ભારે જહેમત બાદ શોધી કાઢ્યો હતો.
આ પણ વાંચો : પિતાએ વિખૂટી પડેલી 16 વર્ષની પુત્રીને શોધવા લોકો પાસે કરી આજીજી
પોલીસની ગહન શોધખોળ બાદ યુવકને શોધી કાઢ્યો
ગુમ થયેલો યુવક અભી તેના મામા-માસીના પરિવાર સાથે દાતાર પર્વત પર ગયો હતો. દાતાર પર્વતથી નવનાથ ધુણા તરફ જતા યુવાન જંગલ વિસ્તારમાં માર્ગ ભૂલી જવાને કારણે વિખૂટો પડી ગયો હતો. જેને લઇને પરિવાર પણ ખૂબ ચિંતિત બન્યો હતો. પોલીસ ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસની 2 ટીમોએ જોન કેમેરાની મદદથી 20 કલાકના ભારે સર્ચ ઓપરેશન બાદ ગુમ થયેલા અભીને શોધી કાઢીને તેના પરિવારને સુપરત કર્યો હતો. માનસિક બિમારી ધરાવતા બાળકને આ પ્રકારે ફરી વખત જંગલમાં મોકલવો નહિ તેવી વિનંતી પણ જૂનાગઢ પોલીસે બાભરોલિયા પરિવારને કરી હતી. ગુમ થયેલા અભી મળવાથી બાભરોલિયા પરિવારે પોલીસનો પણ આભાર માન્યો હતો.
આ પણ વાંચો : સેલવાસથી ગુમ થયેલો વિદ્યાર્થી બિહાર-નેપાળ સરહદથી હેમખેમ મળી આવ્યો