ETV Bharat / state

જૂનાગઢમાં ઇ-મેમો નહીં ભરનારા સામે પોલીસની લાલ આંખ, લાઇસન્સ થઇ શકે છે રદ - જૂનાગઢ પોલીસ

જૂનાગઢ પોલીસે ઈ મેમો નહીં ભરનારા તમામ વાહનચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહીના સંકેત આપ્યા છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ જાહેર કરેલી અખબારી યાદી મુજબ ઈ મેમોને અવગણનારા તમામ વાહનચાલકો વિરુદ્ધ વાહનને ડિટેઇન કરવા તેમજ લાઇસન્સ રદ કરવા સુધીના આકરાં પગલાં ભરવાની ચેતવણી આપી છે.

Junagadh News
Junagadh News
author img

By

Published : Sep 6, 2020, 11:57 AM IST

જૂનાગઢઃ શહેરમાં ગત માર્ચ મહિનાથી ટ્રાફિક નિયમના ભંગ કરવા બદલ વાહનચાલકોને ઈ મેમો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પૈકી કેટલાય વાહનચાલકોને ઈ મેમો થકી ચલણ આપવામાં આવ્યું છે. જેને વાહનચાલક online અથવા તો જિલ્લા પોલીસ વડા કચેરીએ આવીને ભરપાઈ કરતા હોય છે, પરંતુ કેટલાક વાહનચાલકો ઈ મેમોને અવગણીને હજુ સુધી તેમનો દંડ ભરતા નથી. તેમની વિરુદ્ધ જૂનાગઢ પોલીસ આકરી બનવા જઈ રહી છે.

મેમો નહીં ભરનારા લોકોના લાઇસન્સ થઇ શકે છે રદ
જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ રવિવારે અખબારી યાદી જાહેર કરી છે. તે મુજબ ત્રણ વખત ઇ-ચલણ મોકલવા છતાં પણ જે વાહન ચાલકો હજુ સુધી પોતાનું ઇ-ચલણ ભર્યું નથી. તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી થવા જઈ રહી છે. ઈ મેમોને અવગણનારા તમામ વાહન ચાલકોના વાહન ડીટેન કરવા અને તમામના લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.