- જૂનાગઢ પોલીસે ત્રણ વ્યાજખોરોને દબોચ્યા
- વ્યાજખોરો સામે શહેર પોલીસ બની આકરી
- લોકોને વ્યાજખોરો સામે લડવા પોલીસે દર્શાવી તૈયારી
જૂનાગઢઃ શહેર પોલીસ વ્યાજખોરો સામે વધુ આકરી બનતી જોવા મળી રહી છે. પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવશે. તો પોલીસ આવા તમામ વ્યાજખોરોને પકડી પાડીને કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી છે. ત્યારે ગુરુવારે વ્યાજખોરીનો ધંધો કરતાં ત્રણ વ્યક્તિને પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ત્રણ વ્યાજખોરોની કરી અટકાયત
જિલ્લા પોલીસ વ્યાજખોરો સામે વધુ આકરી બનતી જોવા મળી રહી છે. વ્યાજખોરો લોકોને પરેશાન કરી રહ્યા હતા. તેવી પરિસ્થિતિમાં જિલ્લા પોલીસે વિશેષ હેલ્પ લાઇન શરૂ કરી છે. જેમાં લોકો વ્યાજખોરોની માહિતી પોલીસ સુધી પહોંચાડશે અને પોલીસ તમામ વ્યાજખોરો સુધી પહોંચીને આવા લોકોને કાયદાકીય પાઠ ભણાવવા માટે આગળ આવી છે. પોલીસે લોકોને હેલ્પલાઇનનો ઉપયોગ કરવા તેમજ વ્યાજખોરો અંગેની પૂરી માહિતી આપવા પોલીસે અનુરોધ કર્યો છે. જે મુજબ ગુરુવારે પોલીસ હેલ્પલાઈનમાં મળેલી માહિતી મુજબ પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે.
વ્યાજખોરો સામે પોલીસ બની શકે છે આકરી
ગુરુવારે પોલીસને મળેલી બાતમી અનુસાર એ ડિવિઝન વિસ્તારના ત્રણ જેટલા વ્યાજખોરો શહેરના લોકો પાસેથી પઠાણી રીતે વ્યાજની ઉઘરાણી કરતા હોવાથી તે પ્રકારની ફરિયાદ હેલ્પલાઇન મારફતે આવી હતી. જેને ધ્યાને રાખીને શહેર પોલીસે તપાસ કરતા શહેરમાંથી ત્રણ વ્યક્તિઓ કે જે ગેરકાયદેસર નાણા ધીરધારનો ધંધો કરતા હતા. તે ત્રણેયને પકડી પાડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.