જૂનાગઢઃ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને તાલુકા પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢ શહેરની ઝાંઝરડા ચોકડી નજીક આવેલા કૈલાશ હર્બલ નામના રેસ્ટોરન્ટમાંથી (Herbal Ayurvedic Tonic)પોલીસે આયુર્વેદિક હર્બલ પીણાના ઓઠા નીચે વેચાણ થઈ રહેલા નશાયુક્ત પ્રવાહની 340 બોટલ સાથે 10 જેટલા ઝડપી પડ્યા છે. આ આરોપીને નશાનું સેવન અને નશાકારક આર્યુવેદિક હર્બલ પીણાને વેચવાના (Ayurvedic herbal drinks)આરોપસર ધરપકડ કરીને આયુર્વેદિક હર્બલના નામે નશાયુક્ત પ્રવાહીનુ વેચાણ કરવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચોઃ Vadnagar Ayurvedik Collage : વડનગરને આયુર્વેદિક મેડિકલ કોલેજ સહિતની કઇ કઇ સંસ્થાઓની ભેટ મળી જાણો
પૂર્વ બાતમીને આધારે પોલીસે કરી કાર્યવાહી - જૂનાગઢ તાલુકા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાને મળેલી પૂર્વ બાતમીને આધારે કૈલાશ હર્બલ નામના રેસ્ટોરન્ટ જેવા ઉભા કરવામાં આવેલા વ્યાવસાયિક એકમમાં હર્બલ આર્યુવૈદિક ટોનીકના નામે નશો કરતા આઠ આરોપીઓ અને કૈલાશ હર્બલના માલિક વિજય ગહેનાની અને બ્રિજેશ રૂપારેલીયાને પોલીસ ગેરકાયદેસર રીતે કેફી પીણું વેચવાના આરોપસર ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ayurved Medicine Export Industry : વિશ્વમાં વધતી આયુર્વેદિક દવાઓની માંગ, ખાનગી કંપનીઓએ શરુ કર્યું આ કામ
આ પ્રકારના હર્બલ આયુર્વેદિક - અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને વંથલી વિસ્તારમાંથી પણ આ પ્રકારના હર્બલ આયુર્વેદિક ટોનિક પોલીસે પકડી પાડયો હતો. નશાનો વ્યાપાર કરતાં કાવતરાખોરો આ પ્રકારના હર્બલ આયુર્વેદિક ટોનિકના ઓઠા નીચે નશાનું સામ્રાજ્ય ફેલાવી રહેવામાં સફળ થશે તો યુવાનો નશાના રવાડે ચડીને જીવતરને બરબાદ કરી નાખવાના રસ્તા પર આગળ વધશે.