જૂનાગઢ: કિરણ એક્ટિવિટી ક્લબ જૂનાગઢ દ્વારા લોક સંસ્કૃતિને ફરી એક વખત માનસપટ પર જીવંત કરવાનો અનુકરણીય પ્રયાસ કરાયો હતો. પ્રાચીન લોક સંસ્કૃતિ આપણા જીવન સાથે જોડાયેલી છે. પરંતુ વર્તમાન સમયમાં લોક સંસ્કૃતિનું સ્થાન પાશ્ચાત્ય સંગીતે લીધેલું છે. ત્યારે લોક સંસ્કૃતિ ધીમે ધીમે વિલુપ્ત બનતી જાય છે. ત્યારે ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરા દરેક પરિવાર સાથે ખૂબ જ નિકટતાથી જોડાયેલા લોકગીતો ફરી એક વખત માનસપટ પર અંકિત થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં જુનાગઢ ની મહિલાઓએ ભાગ લઈને વિસરાતી જતી લોક સંસ્કૃતિ એટલે કે લોકગીતોને પોતાનો કંઠ આપ્યો હતો.
લોકગીત જોડાયેલા: લોકગીત સૌરાષ્ટ્રની પ્રાચીન પારિવારિક પરંપરાએક સમયે સૌરાષ્ટ્રની પ્રાચીન પારિવારિક સંસ્કૃતિ સાથે લોકગીત જોડાયેલા હતા. એક સમયે ખૂબ જ દબદબો અને માનભેર ગવાતા અને સંભળાતા લોકગીતો આજે કાળક્રમે પાશ્ચાત્ય સંસ્કૃતિના દબદબા અને અતિક્રમણ ની વચે વિલુપ્તિ ની કગાર પર ઉભેલા જોવા મળે છે. જેને કારણે ફરી એક વખત લોકગીત ની સંસ્કૃતિ જીવંત થાય પ્રત્યેક પરિવારમાં લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકગીતોને માધ્યમ મળે તો પાશ્ચાત્ય સંસ્કૃતિ સામે ફરી એક વખત ટક્કર ઝીલવા માટે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને લોકગીતો આજે પણ સક્ષમ છે.
"લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકગીતો આજે વિસરાઈ રહ્યા છે. તેને ફરી એક વખત મજબૂત સહારો મળે તેમજ પ્રત્યેક ઘરમાં લોકગીત લોક સંસ્કૃતિનું એક સબળ માધ્યમ બને તે માટે આજનો કાર્યક્રમ આવનારા દિવસોમાં લોક સંસ્કૃતિને જાળવી રાખવામાં અને તેને આગળ ધપાવવામાં મદદરૂપ બનશે " -- પારૂલબેન (સૂચક કિરણ એક્ટિવિટી ક્લબ)
મહિલાઓએ પોતાનો કંઠ: લોકગીતોને જુનાગઢની સ્થાનિક મહિલાઓએ પોતાનો કંઠ આપીને ફરી એક વખત લોકગીતોની પારિવારિક સંસ્કૃતિ પ્રત્યેક ઘરમાં જળવાતી સચવાતી અને ત્યાંથી આગળ વધે તે માટેનો એક પ્રયાસ કરાયો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની વચ્ચે આજે પણ લોકગીતો અને સાંસ્કૃતિક ધરોહર કેટલી મહત્વની છે. તે આપણા લોકગીતો એ પુરવાર કર્યું છે.