ETV Bharat / state

Junagadh News : જૂનાગઢ મનપાના ચાર વોર્ડમાં અશાંત ધારો અને ભવનાથમાં વેજ ઝોન જાહેર કરવા માગણી - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર

જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 2, 4, 8 અને 9માં અશાંત ધારો લાગુ કરવો તેમ જ ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાની માગ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિનંતી કરી છે.

જૂનાગઢ મનપાના ચાર વોર્ડમાં અશાંત ધારો અને ભવનાથમાં વેજ ઝોન જાહેર કરવા માગણી

author img

By

Published : Jul 19, 2023, 5:00 PM IST

જૂનાગઢ : જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 2 4 8 અને 9 વોર્ડમાં અશાંત ધારો લાગુ કરવો તેમજ ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાની લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને માગણી કરવામાં આવી છે. તાકીદે અશાંતધારો અને વેજ ઝોનની અમલવારી શરૂ થાય તે પ્રકારના આદેશ કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા વિનંતી કરી છે.

અશાંત ધારાની જૂનાગઢમા અમલ કરવાની માંગ વોર્ડ નંબર 2 4 8 અને 9 ના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા હરેશ પરસાણાએ રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખીને તેનો અમલ શરૂ થાય તેવા આદેશો રાજ્યની સરકાર કરે તેવી માંગ કરી છે. જૂનાગઢ શહેરના ચાર વોર્ડમાં અશાંત ધારો લાગુ કરવાને લઈને મનપા દ્વારા ઠરાવ કરીને રાજ્યની સરકારને મોકલી આપ્યો છે. રાજ્ય સરકારે હજુ સુધી અશાંત ધારો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર વોર્ડમાં લાગુ કરવાને લઈને કોઈ નિર્ણય કર્યો નથી. જેમાં તાકીદે નિર્ણય થાય તેવી માગ ચેરમેન હરેશ પરસાણાએ કરી છે.

ભવનાથ વિસ્તાર વેજ ઝોન જાહેર કરાય વધુ એક પત્રમાં સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ તીર્થ ક્ષેત્ર એવા ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાને લઈને પણ માંગ કરી છે. ભવનાથ વિસ્તારમાં હિન્દુ અને જૈન ધર્મના અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબા અને ગુરુ દત્તાત્રેયની સાથે ભવનાથ તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવ મંદિર સહિત અને હિન્દુ અને જૈન ધર્મના આશ્રમો અને અનુષ્ઠાન કેન્દ્રો આવેલા છે. જેમાં હિંદુ ધર્મની લાગણી ન દુભાય તે માટે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં વેજ ઝોન જાહેર થાય તેવી પણ હરેશ પરસાણાએ માંગ કરી છે.

અગાઉ સ્થાયી સમિતિએ કરેલા છે ઠરાવો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા જૂનાગઢ મનપા વિસ્તારના વોર્ડ નંબર 2 4 8 અને 9 વિસ્તારમાં અશાંત ધારો લાગુ થાય તે માટે સાધારણ સભામાં ગત તારીખ 27 11 2022 ના રોજ ઠરાવ કરીને અશાંતધારાનો અમલ શરૂ થાય તે માટે રાજ્ય સરકાર અર્થે ઘટતું કરવા મોકલી આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે ગત તારીખ 28 10 2022 ના દિવસે સ્થાયી સમિતિ દ્વારા ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાને લઈને પણ ઠરાવ કરીને તેની અમલવારી થાય તેવા આદેશો કરવા રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યું છે. ત્યારે આજે આ બંને ઠરાવોની અમલવારી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં થાય તેવી માંગ સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ પત્ર દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરી છે.

  1. Junagadh News : જુનાગઢ મનપાએ પાણી પહેલા પાળ બાંધી, જર્જરિત મકાનો ખાલી કરાયા
  2. Junagadh News : રાજકોટ સોમનાથ બાયપાસે ખેડૂતો માટે ઉભી કરી નવી સમસ્યા, નિરાકરણની લાવવાની કરી માંગ
  3. ભાવનગરમાં હિન્દુ સંગઠનોએ અશાંતધારો લાગુ કરવા ઉઠાવી બાંયો, CMના આગમન પહેલા આપ્યું આવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.