જૂનાગઢ : આજથી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થઈ છે, ત્યારે અમદાવાદના રાયખડનો એક પરિવાર તેના ચાર મહિનાના બાળક સાથે પરિક્રમા કરવા માટે આવ્યો છે. ગુરુદત્ત મહારાજની કૃપા અને જય ગિરનારીના સાથ સાથે અમદાવાદનો આ પરિવાર પરિક્રમા પૂર્ણ કરવાને લઈને આશ્વસ્થ જોવા મળે છે. ગિરનારી મહારાજની કૃપા અને ગુરુદત્તના આશીર્વાદને કારણે તેમનો પરિવાર ચાર માસના બાળક સાથે પરિક્રમા પૂર્ણ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ચાર માસના બાળક સાથે પરિક્રમા : દત્ત મહારાજમાં આસ્થા અને ગિરનારીની કૃપા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં ચાર માસના બાળક સાથે જોડાયેલા અમદાવાદના રાયખડના અનિલ દત્ત ઇ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી.
અચાનક પરિવારને વિચાર આવ્યો પરિક્રમા કરવાનો અને રાત્રિના સમયે ચાર માસના બાળક સાથે અમદાવાદથી નીકળીને આજે ગિરનાર પહોંચી ગયા છે અને પરિક્રમા પણ શરૂ કરી દીધી છે. કોઈપણ પ્રકારના ચિંતા કે ભય વગર માતા પત્ની અને અન્ય એક નાના બાળક સાથે પરિક્રમા પથ પર આવી પહોંચ્યા છીએ. અમને ભરોસો છે કે ગિરનારીની કૃપા અને દત્ત મહારાજના આશીર્વાદ તેમની આ પ્રથમ પરિક્રમા સહપરિવાર સાથે પૂર્ણ કરાવશે..અનિલ દત્ત ( શ્રદ્ધાળુ )
24 કલાક પૂર્વે શરૂ થઇ લીલી પરિક્રમા : ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આજે વિધિવત રીતે 24 કલાક પૂર્વે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પરિક્રમાના માર્ગ પર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પાંચ દિવસ સુધી સતત જોવા મળશે. ત્યારે આજે પરિક્રમાના પહેલા દિવસે અમદાવાદના રાયખડનો એક પરિવાર તેના માત્ર ચાર મહિનાના બાળક સાથે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં સામેલ થયેલો જોવા મળે છે.
36 કિલોમીટરનો પરિક્રમા પથ : સામાન્ય રીતે 36 કિલોમીટરનું પગપાળા અંતર ત્રણ દિવસ અને ત્રણ રાત્રિના પડાવો આવી વિકટ પરિક્રમા ચાર મહિનાના બાળક સાથે આ પરિવાર પૂર્ણ કરશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ગિરનારી મહારાજ અને ગુરુદત્તની કૃપાથી તેમનો આ સમગ્ર પરિવાર ચાર માસના બાળક સાથે પ્રકૃતિના ખોળે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પથ પર ડગ માડતો જોવા મળ્યો હતો.
ભક્તની શ્રદ્ધા : તો અનિલના માતા યશોદાબેને પણ જણાવ્યું હતું કે ચાર મહિનાનું બાળક હોવા છતાં પણ અમને પ્રભુ પર ભરોસો છે તેનો ભરોસો અમને ગિરનાર લાવ્યો છે તે ભરોસે પરિક્રમા આગળ વધશે અને ચાર દિવસમાં પૂર્ણ થશે. ચાર માસના બાળક સાથે જંગલમાં આવવું મુશ્કેલ બની શકે, પરંતુ પ્રભુનું ભરોસો આ ચાર મહિનાના બાળકને આજે પરિક્રમા પથ પર લાવ્યો છે.