જુનાગઢ: સોમવારે જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં 50 વર્ષ કરતાં વધુ જૂનું મકાન ધરાસાઈ થયું હતું જેમાં ચાર જેટલા વ્યક્તિઓના કાટમાળમાં દબાઈ જવાને કારણે મોત થયા છે. ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી અને ખાનગી મળીને કુલ 242 જેટલા આવાસો દુકાનો ઈમારતો જર્જરિત હોવાનું સામે આવ્યું છે.
રહેણાંક મકાન જર્જરીતઃ જેમાં જુનાગઢ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જર્જરીત મકાનોને ઉતારી પાડવાને લઈને તાકીદની નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 162 જેટલા ઓફિસ રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે બનાવવામાં આવેલા બાંધકામોને ઉતારી લેવ નોટીસ પાઠવવામાં આવી છે. તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 180 જેટલા ખાનગી રહેણાંક મકાનોને નોટીસો પાઠવીને તેને ઉતારી પાડવાની તાકીદ કરી છે. જુનાગઢ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે 162 બાંધકામને નોટિસ પાઠવવામાં આવી છે.
8 ઓફિસને નોટિસઃ તેમાં 111 જેટલા વાણિજ્ય હેતુ માટે બનાવવામાં આવેલી દુકાનો કેજે જુનાગઢના માંગનાથ રોડ દિવાનચોક ઢાલ રોડ અને એમ જી રોડ પર આવેલી છે તો વધુમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 8 જેટલી જર્જરીત સરકારી ઓફિસો ને પણ નોટિસ પાઠવવામાં આવી છે આ તમામ ઇમારતો જેતે વિભાગની માલિકીના હોવાથી તેમને ઉતારી પાડવાની જવાબદારી જે તે સરકારી વિભાગની બને છે તો છ જેટલી ઈમારતો મા સરકારી કચેરીઓ પહેલા કામ કરતી હતી પરંતુ હાલ તે ખાલી છે પરંતુ તેનું 100 વર્ષ કરતાં પહેલાંનું બાંધકામ હોવાને કારણે તે જર્જરિત હોવાથી તેને પણ માર્ગ અને મકાન વિભાગે ભયજનક ગણાવી છે
સરકારી માલિકીના મકાનોઃ નવાબી કાળ દરમિયાન બનાવવામાં આવેલી કેટલીક ઇમારતો જે માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવે છે જેમાં 50 વર્ષ કરતાં વધુ સમયથી જુના ભાડુંઆતો રહે છે તેવી ઈમારતોની સંખ્યા 20 થવા જાય છે આ તમામ રહેણાંક મકાનોમાં રહેતા વ્યક્તિઓને મકાન જર્જરી હોવાને કારણે ભયજનક સ્થિતિમાં તેને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે આગામી દિવસોમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના તમામ 242 જેટલા સરકારી અને ખાનગી રહેણાંક તેમજ ઓફિસ અને વ્યાપારિક સંકુલોને ઉતારી પાડવાની કામગીરી શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ છે
કાર્યપાલક ઇજનેરે આપી વિગતોઃ જુનાગઢ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વી એ ગોસ્વામી એ ઈ ટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ 162 જેટલી ઇમારતો આવેલી છે. જેમાં નવાબી કાળની ઇમારતોનો પણ સમાવેશ થાય છે. આ તમામ 162 જેટલી ઇમારતોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યંત જર્જરિત હોવાને કારણે નોટીસ ઈસ્યુ કરીને તાકીદે તેને ખાલી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.