જૂનાગઢ : આજે ચૈત્ર સુદ સાતમ એટલે કે આધ કવિ ભક્ત નરસિંહ મહેતાની 585મી તપ પ્રયાણ જયંતિ ઉજવવામાં આવી રહી છે. જૂનાગઢમાં આવેલો નરસિંહ મહેતાનો ચોરે આજે પણ કૃષ્ણભક્તિની અનોખી અને અનેરી યાદ અપાવી રહ્યો છે. ભાભી હરગૌરીએ મહેતાજીને કડવા વચન બોલતા આજના દિવસે નરસિંહ મહેતાજી ઘર છોડીને પ્રભુ ભક્તિમાં લીન થવા તળાજાથી જુનાગઢ આવેલા નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરીને અહીં ભગવાન કૃષ્ણને સ્વયં દર્શન આપવા માટે મજબૂર કર્યા હતા, ત્યારથી ચૈત્ર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિ ઉજવવામાં આવી રહી છે.
જૂનાગઢમાં નરસિંહ મહેતાની યાદો : જન્મો જન્મનો સંબંધ હોય તે રીતે આજે પણ નરસિંહ મહેતાનો ચોરો તેમની યાદ અપાવી રહ્યો છે. વર્ષો પહેલા નરસિંહ મહેતા તળાજાથી નીકળીને કૃષ્ણ ભક્તિમાં લીન બની જૂનાગઢની પાવન ભૂમિ પર આવી પહોંચ્યા હતા. અહીં કૃષ્ણ ભક્તિમાં એટલા લીન થયા ભગવાન કૃષ્ણને આ ભૂમિ પર આવવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ભાભી હરગોરીએ મારેલા મેણાના ઘા મહેતાજીને એટલે અંદર સુધી અસર કરી ગયા કે મહેતાજી પરિવારને છોડીને જુનાગઢ તરફ પ્રયાણ કર્યું હતું. સ્વભાવે શાંત અને નક્કી ભક્ત નરસિંહ મહેતા ભોળાનાથની ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે, જુનાગઢમાં ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને નરસિંહ મહેતાને વચન માગવા માટે પણ પ્રભુએ આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : નરસિંહ મહેતા સરોવરની થશે કાયાપલટ, આખરે 2 દાયકા પછી શરૂ થયું બ્યૂટિફિકેશનનું કામ
કૃષ્ણ રાસલીલા : મહેતાજીએ દેવાધિદેવ મહાદેવ પાસેથી ભગવાનને પ્રિય વસ્તુ વરદાન રૂપે માંગી હતી. જેથી ભગવાન ભોળાનાથે તેમણે કૃષ્ણ રાસલીલા જોવા માટે સ્વર્ગ લોકમાં લઈ ગયા હતા. કૃષ્ણ રાસ લીલા જોઈને પૃથ્વી પર આવી નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિમાં એટલાં લીન થઈ ગયા કે તેઓ ક્યારે કૃષ્ણના આલિંગનમાં સરી જતા તેનું પણ ધ્યાન રહેતું ન હતું. આજે તેમની તપ પ્રયાણ જયંતિના પાવન પ્રસંગે નરસિંહ મહેતા ફરી એક વખત જૂનાગઢને જીવંત કરી રહ્યા છે.
આ પણ વાંચો : આખરે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત થયું
નરસિંહ મહેતાના પ્રસંગમાં ભગવાન : ભક્તિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણે જૂનાગઢની ધરતી પર નરસિંહ મહેતાના પાવન પ્રસંગમાં હાજર રહેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. જે સ્થળ પર નરસિંહ મહેતા ભગવાન ભોળાનાથ અને કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા. તે સ્થળે નરસિંહ મહેતાનો ચોરો આજે પણ દર્શનાર્થીઓ માટે આસ્થા ધરાવે છે. આ એ જ સ્થળ છે કે જ્યાં નરસિંહ મહેતાના સમયમાં રાસલીલા થતી હતી, ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે મહેતાજીની રાસલીલા થતી હોય અને તેમાં ભગવાન શ્રી હરિ ખુદ હાજર હોય તેવો અવલોકી એહસાસ આજે પણ થઈ રહ્યો છે.